એવું તો શું બન્યું કે સાળીએ જીજાજી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો? કારણ જાણીને ભાવુક થઈ જશો .

એવું તો શું બન્યું કે સાળીએ જીજાજી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો? કારણ જાણીને ભાવુક થઈ જશો .

ગુજરાતીઓ તેના ખમીર અને સંસ્કારના કારણે બીજા લોકોથી અલગ જ તરી આવે છે. મોટાભાગના ગુજરાતી પરિવારોમાં એકબીજાના સુખ અને દુ:ખમાં સાથ આપવાની ભાવના હજી પણ જોવા મળે છે. આવો જ એક સુંદર કિસ્સો આજથી અંદાજે સાડા ચાર વર્ષ પહેલા સામે આવ્યો હતો. જેમાં પરિણીત મોટી બહેનનું મોત થતાં નાની બહેને જીજાજી સાથે લગ્ન કરી તેના પુત્રની જવાબદારી ઉપાડી લીધી હતી.

જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રી કોમલે એક પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા હતા. કારણ એટલું હતું કે કોમલની મોટી બહેનનું અકસ્માતમાં નિધન થતા તેના પુત્રની જવાબદારી સંભાળવા માસી મટી કોમલ મા બની હતી. તેના લગ્નને અંદાજે સાડા ચાર વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. આજે પણ તેનું લગ્નજીવન સફળ છે.

નવાગઢ ગામમાં ચંદુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલ છે. તેણે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. તેણે તેના જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજમાં પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલીયાની દીકરી કોમલના નિર્ણયથી પરિવારજનો ખુશ હતા. તેમના આર્ય વિધિથી સાદાઇથી લગ્ન થયા હતા. કોમલ જામનગર રહેતા તેના જીજાજી ભાવેશ સાથે સાદાઇથી લગ્ન કરી હાથ વગરના ભાણીયાને અપનાવ્યો હતો. આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા.

પહેલા પિતા અને બાદમાં બહેનનું મોત
લગ્નના ત્રણ વર્ષ પહેલા જ કોમલના પિતાનું અવસાન થયું હતું. ભગવાન હજુ મોટી પરીક્ષા લેવા કરવા માંગતા હોય એમ એના જીવનમાં તાજેતરમાં જ બીજી એક દુર્ઘટના બની.

એક દિવસ કોમલની મોટી બહેન અવનીબેન તેના દીકરા સ્મિત અને મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા. નવાગઢ પાસે જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવનીબેનનું અવસાન થયું હતું. સ્મિત મા વગરનો થઇ ગયો અને ભગવાનને હજુ કઠોર કસોટી કરતો હોય એમ સ્મિતનો જમણો હાથ પણ કપાઇ ગયો હતો.

માની વિદાય બાદ દીકરાને પ્રેમ-હૂંફ આપે એવી પત્ની મળે ખરી?
બંને પરિવારો પર જાણે કે વજ્રઘાત થયો હતો. હવે શું કરવું એની કોઇને કંઇ ખબર પડતી નહોતી. સ્મિતને તેના પિતા ભાવેશભાઇ ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ હવે માતાનો પ્રેમ ક્યાંથી લાવવો એ સવાલ હતો. ભાવેશભાઇની ઉંમર જોતા તેના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી મા બાળકની યોગ્ય કાળજી ન લઇ શકે. એમાં પણ સ્મિતનો તો એક હાથ પણ નથી. આથી એને વધુ હૂંફ અને પ્રેમની જરૂર પડે. જો નવી મા સ્મિતને ન સમજી શકે તો એનું જીવન રોળાઇ જાય. કોઇને કંઇ સૂઝતું નહોતું કે શું કરવું જોઇએ ?

તેવામાં કોમલાના નિર્ણયથી પરિવારજનો પણ રાજી થયા હતા.
બે-બે પરિવાર પર આવી પડેલા સંકટ વચ્ચે ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલે તેના સંસ્કાર દેખાડ્યા હતા. તેણે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. કોમલ જામનગર રહેતા તેના જીજાજી ભાવેશ સાથે સાદાઇથી લગ્ન કરી હાથ વગરના ભાણીયાને અપનાવ્યો હતો.

આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા. આમ નાની દીકરી કોમલે તેના જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજમાં પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *