પ્રેમી સાથે સબંધ ન બગાડવા ‘માસ્ટર માઈન્ડ’ માતાએ પોતાના બાળક સાથે જે કર્યું… પોલીસ પણ બરાબરની રોડે ચડી

અમદાવાદ (Ahmedabad) માંથી પોલીસને પણ થોડા દિવસે અંધારા લાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. શહેર (Ahmedabad) ના જમાલપુર વિસ્તારમાં એક બાળકનું અપહરણ થયું છે તેવું પોલીસને જાણવા મળ્યું… એક મહિલા રડતા-રડતા પોલીસ સ્ટેશનના દરવાજે પહોંચીને કહ્યું ‘સાહેબ મારો દીકરો ખોવાઈ ગયો છે, તેને કોઈ ઉઠાવી ગયું છે.’
અચાનક પાંચ વર્ષનું બાળક શહેરના ભરચક વિસ્તારમાંથી ગાયબ થઈ જતાં પોલીસ પણ ચિંતામાં મુકાઈ હતી અને અપહરણનો કેસ સમજી બાળકની તપાસ હાથ ધરી હતી. પરંતુ આ ઘટનામાં મોટો વળાંક આવે છે અને જાણવા મળે છે કે બાળકનું અપહરણ તેની જ માતાએ કર્યું હતું, અને કારણ માત્ર એટલું હતું કે માતાના પ્રેમી સાથે સંબંધો ન બગડે… હવે આ ઘટનામાં અપહરણની ફરિયાદ કરનાર માતા જ આરોપી સાબિત થઈ છે અને પોલીસે ફરિયાદી વિરુદ્ધ જ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે શાહપુરમાં રહેતી મીરા નાનું મોટું કામ કરીને પેટનું રળે છે. મીરાના પહેલા લગ્ન થઈ ચૂક્યા છે, જેમાં તેને એક સંતાન છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિ સાથે અણબનાવ રહેતા તેના પ્રેમી સાથે રહે છે. અને મીરાએ પ્રેમી સાથે રહીને બીજા બે બાળકોને જન્મ આપ્યો. અને હવે પતિનું એક બાળક અને પ્રેમીના બે બાળક સાથે હોવાથી પ્રેમી અવારનવાર ગીતા સાથે ઝઘડો કરે છે, અને મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.
મીરાએ પોલીસને જણાવ્યું કે, તે ગત 23 તારીખે તેના બાળકો સાથે જમાલપુર જગન્નાથ મંદિરે ગઈ હતી, જ્યાં તેઓ ફૂટપાથ પર બેઠા હતા અને મીરા નજીકના શૌચાલયમાં ગઈ હતી. જ્યારે તે પાછી આવી ત્યારે આશિષ નહોતો અને દીકરી જ ફૂટપાથ પર બેઠી હતી. અને અચાનક જ તે બૂમો પાડવા લાગી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
મીરાની વાતો સાંભળીને તેના બાળક આશિષને શોધવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ મીરા પણ તેના બાળકને શોધવા માટે પોલીસને સતત હાજીજી કરી રહી હતી. તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, માતા મીરાની પણ ઉલટ તપાસ કરવી જોઈએ તો કદાચ મહત્વની કડી મળી શકે. જ્યારે પોલીસે મીરાની કડક થી પૂછતાછ કરી ત્યારે જાણવા મળ્યું કે કોઈ અપહરણ થયું નથી. માતા એ જ આ ષડયંત્ર રચ્યું હતું અને દીકરાને તેની માતાના ઘરે મૂકી દીધો હતો. જ્યારે પોલીસે આવું કરવા પાછળનું કારણ જાણ્યું ત્યારે તેઓ પણ ચોકી ઉઠ્યા હતા.
પતિનો સાથ છૂટ્યા બાદ મીરા કોઈના સહારાની રાહ જોઈને બેઠી હતી. આ દરમિયાન જ મીરાંને એક વ્યક્તિનો પરિચય થયો, જેને તેને ખૂબ પ્રેમ કર્યો અને લગ્ન વગર જ તેની સાથે રહેવા લાગ્યો. આ દરમિયાન પણ મીરાંએ તેના પ્રેમી પાસેથી બે બાળકોને જન્મ આપ્યો. મીરા સાથે તેના જુના પતિનો એક બાળક રહેતો જ હતો, જેના કારણે મીરા અને તેમના પતિ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા. મીરા તેના પ્રેમીને છોડવાના માંગતી હતી જેના કારણે આ આખું ષડ્યંત્ર રચ્યું.