વીરેન્દ્ર સેહવાગ પોતાની જ ભાભીની ભત્રીજી ને દિલ આપી બેઠો હતો, પરિવાર વિરુધ્ધ થઈને આવી રીતે કરેલા છે લગ્ન, જુઓ પરિવારે સાથેની તસ્વીરો

વીરેન્દ્ર સેહવાગ પોતાની જ ભાભીની ભત્રીજી ને દિલ આપી બેઠો હતો, પરિવાર વિરુધ્ધ થઈને આવી રીતે કરેલા છે લગ્ન, જુઓ પરિવારે સાથેની તસ્વીરો

ભારતીય ક્રિકેટ વિરેન્દ્ર સહવાગ વગર અધુરું છે. વિરેન્દ્ર સહવાગની ગણતરી ભારત ના જ નહીં પરંતુ દુનિયાના સૌથી વિસ્ફોટક બેસ્ટમેનમાં થાય છે, પરંતુ તેઓ ફક્ત પોતાની બેટિંગ અથવા બોલીંગ કૌશલ માટે જ પ્રસિદ્ધ નથી, પરંતુ વિરેન્દ્ર સહવાગ ની લવ સ્ટોરી પણ ખુબ જ મજાદાર છે. આ એવા પ્રકારની કહાની છે, જેને સાંભળીને આપણે બધા મોટા થયેલા છીએ. હકીકતમાં મેદાન ઉપર પોતાના બેટથી બોલરોની ઊંઘ ઉડાવનાર સહવાગ ની લવ સ્ટોરી ખુબ જ ધીમી રહેલી છે. ૧૭ વર્ષની મિત્રતાને પ્રેમમાં બદલતા-બદલતા ૧૪ વર્ષ લાગી ગયા હતા.

શું તમે આ વાત ઉપર વિશ્વાસ કરશો, જ્યારે વિરેન્દ્ર સહવાગ પહેલી વખત આરતી અહલાવત ને મળ્યા હતા, ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી. વિરેન્દ્ર સહવાગ જ્યારે ૨૧ વર્ષના હતા, ત્યારે તેમણે આરતી ને પ્રપોઝ કર્યું હતું. તેમણે ૩ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું, ત્યારબાદ વિરેન્દ્ર સહવાગ અને આરતી એ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ આર્ટિકલ ના માધ્યમથી અમે તમને વિરેન્દ્ર સહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત ની દિલચસ્પ લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વિરેન્દ્ર સહવાગ નો જન્મ એક મોટા અને ખુશહાલ સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમના ઘણા કાકા, કાકી અને કઝિન ભાઈ હતા. ૧૯૮૦નાં દશક દરમિયાન સહવાગના કઝિન ભાઈ નાં લગ્ન એક યુવતી સાથે થયા, જે આરતી અહલાવત નાં કાકી હતા. પરંતુ તે સમયે તેઓ ફક્ત ૭ વર્ષના હતા અને આરતી પાંચ વર્ષની હતી. આ લગ્નમાં તેઓ પહેલી વખત બાળકોના રૂપમાં મળ્યા હતા. તે સમયે તેમણે એક સાથ રમવાનું શરૂ કર્યું હતું અને સારા મિત્ર બની ગયા. જેમ-જેમ તેઓ મોટા થતા ગયા, તેમ-તેમ આ મિત્રતા વધારે મજબુત બની ગઈ અને આ મિત્રતા ક્યારેય પ્રેમમાં બદલી ગઈ તે બંનેને જાણ થઈ નહીં.

સહવાગે ક્યારેય પણ આરતીની સામે તેનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમના મનમાં આરતી પ્રત્યે પ્રેમ શરૂ થઈ ગયો હતો. વિરેન્દ્ર સહવાગ અને આરતી પરસ્પર સંબંધી છે. આરતીની મોટી બહેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ લગ્ન ફેમિલીમાં થયેલા છે. આ લવ મેરેજ હતા. અમારી ફઈ નાં લગ્ન સહવાગની ફેમિલીમાં તેના કઝીન સાથે થયેલા છે. આ લગ્ન બાદ વિરેન્દ્ર અને અમારા ફઈની વચ્ચે દેયર-ભાભી નો સંબંધ થઈ ગયો હતો. શરૂઆતમાં વિરેન્દ્ર સહભાગ અને આરતી ફક્ત મિત્ર હતા અને આરતી અનુસાર તેઓ એકબીજાને મિત્ર કહેતા હતા.

જ્યારે વિરેન્દ્ર સહવાગ ૨૧ વર્ષના થયા તો તેમણે નિર્ણય કર્યો હતો કે હવે આ સંબંધને આગળ વધારવાનો સમય આવી ગયો છે. ૧૪ વર્ષ સુધી આરતી ને જાણી લીધા બાદ સહેવાગે મે ૨૦૦૨માં આરતીને પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો હતો. સહવાગે ફક્ત મજાકમાં જ આરતી ને પ્રપોઝ કર્યું હતું, પરંતુ આરતી એ તેને સાચું માની લીધું અને તુરંત હાં કરી દીધી હતી.

આરતી ને લગભગ ૩ વર્ષ સુધી ડેટ કર્યા બાદ વિરેન્દ્ર સહેવાગે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમના માતા પિતાને બંનેના અફેર વિશે કંઈ પણ જાણકારી હતી નહીં. જ્યારે તેમના માતા પિતાને આ બાબતની જાણ થઈ તો તેમણે લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો હતો. જો કે બંનેના પ્રેમની આગળ તેમના માતા પિતાએ ઝુકવું પડ્યું હતું અને આખરે ૨૨ એપ્રિલ, ૨૦૦૪નાં રોજ વિરેન્દ્ર સહવાગ અને આરતી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

વિરેન્દ્ર સહેવાગે એક ઇન્ટરવ્યુમાં જાણ્યું હતું કે અમારા પરિવારમાં નજીકનાં સંબંધીમાં લગ્ન થતા નથી. અમારા લગ્ન માટે પણ માતા-પિતા તૈયાર હતા નહીં. તેમને થોડો સમય લાગ્યો, પરંતુ તેઓ લગ્ન માટે તૈયાર થઈ ગયા. તેમના માટે આ લગ્ન માટે પરવાનગી લેવી ખુબ જ મુશ્કેલ હતી. વળી આરતીએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં એવા ઘણા લોકો હતા, જે આ લગ્નથી ખુશ હતા નહીં.

વધુ એક ઇન્ટરવ્યુમાં સહેવાગે જણાવ્યું હતું કે આરતી ખુબ જ સિમ્પલ છે અને તે બધું જ સમજે છે. સહેવાગે આગળ જણાવ્યું હતું કે ઘણી વખત આરતી ખુબ જ ભાવુક થઈ જાય છે, પરંતુ આ તેના સ્વભાવનો એક હિસ્સો છે. હું ખુબ જ ખુશ છું કે મેં જે મહિલા સાથે પ્રેમ કર્યો છે, તેની સાથે જ લગ્ન કરેલા છે. વળી આરતીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે જ્યારે તેમણે મને એક ટેડીબિયર ગિફ્ટ માં આપ્યું હતું. આ અમારા લગ્ન પહેલાની વાત છે. પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાથી ખુબ જ સારું લાગે છે.

વિરેન્દ્ર સહવાગ અને આરતીના બે દીકરા છે. ૨૦૦૭માં સહવાગ અને આરતી ને ત્યાં પહેલા બાળકનો જન્મ થયો હતો અને તેનું નામ આર્યવીર રાખવામાં આવેલ. સંયોગ જુઓ કે આર્યવીર નો જન્મ સહવાગના જન્મદિવસના બે દિવસ પહેલા થયેલો છે. ત્યારબાદ ૨૦૧૦માં બંનેના ઘરમાં બીજા દીકરા નો જન્મ થયો, જેનું નામ વેદાંત છે. સહવાગ અને આરતી હંમેશા પોતાના દીકરાની સાથે સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરતા રહે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *