દુનિયાભરના ફિલ્મ જગતને મોટી ખોટ- RRR ફિલ્મમાં કામ કરી ચુકેલા હોલીવુડના દિગ્ગજ અભિનેતાનું 58 વર્ષની ઉંમરે નિધન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRમાં જોવા મળેલા એક્ટર દિગ્ગજ કલાકર રે સ્ટીવેન્સન (Ray Stevenson) દુનિયા છોડી ચાલ્યા ગયા છે. તેઓએ 58 વર્ષની વયે ઇટાલીમાં અંતિમ શ્વાસ લીધા. RRR ના નિર્માતા એસએસ રાજામૌલી પણ રે સ્ટીવનસનના જવાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા છે ટીમ RRR એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપ્યા છે.
સ્ટીવનસને તેની કારકિર્દીમાં માત્ર એક જ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હતું અને તે હતી SS રાજામૌલીની RRR ફિલ્મ.1998માં આવેલી ફિલ્મ ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’ દ્વારા તેને ઓળખ મળી હતી.RRR અભિનેતા રે સ્ટીવેન્સનનો જન્મ 25 મે 1964 ના રોજ લિસ્બર્ન, ઉત્તરી આયર્લૅન્ડમાં થયો હતો. તેણે 90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અગાઉ તે ટીવી એક્ટર તરીકે ખૂબ પ્રખ્યાત હતા. નાના પડદા પર પોતાની ઓળખ બનાવ્યા બાદ તેણે હોલીવુડ ફિલ્મોમાં એક્શનથી ભરપૂર એન્ટ્રી કરી. આ ફિલ્મના હીરો જુનિયર એનટીઆર અને રામ ચરણ હતા, પરંતુ સ્ટીવનસને વિલનની ભૂમિકામાં દર્શકોના દિલ જીતી લીધા હતા. અભિનેતાના નિધન બાદ ફિલ્મના દિગ્દર્શક રાજામૌલી આઘાતમાં છે. તેણે સ્ટીવનસન સાથેની છેલ્લી યાદો શેર કરી છે.
રાજામૌલીએ ટ્વિટર કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું