ગુજરાતના આ મહારાજાએ ખરીદી પહેલી 1 કરોડની ઇલેક્ટ્રીક કાર.., ફોટાઓ જોઈ ચકચકિત થઇ જશો…!

પેટ્રોલ-ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળ્યા છે. સરકાર પણ લોકોને ઇલેક્ટ્રિક કાર બાઈક સાયકલ ખરીદવાનું પ્રોત્સાહન આપે છે. સરકાર તરફથી આર્થિક સહાય પણ આ અંગે કરવામાં આવે છે.
જોકે ઇલેક્ટ્રિક કાર સામાન્ય કાર કરતા થોડી મોંઘી હોય છે. તેમાં તમને જણાવી દઈએ કે કચ્છના રાજવી પરિવારે તાજેતરમાં જ એક કરોડની કિંમતની ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. ગુજરાતની પ્રથમ કાર છે જેની કિંમત એક કરોડ રૂપિયા છે. આ કાર ખરીદી છે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ. ગુજરાતની સૌથી મોંઘી કાર નો ઓર્ડર તેમણે જર્મની આપ્યો હતો. હવે ગુજરાતની સૌથી મોંઘી કાર આ રાજવી પરિવારના આંગણાની શોભા વધારી રહી છે.
મહત્વનું છે કે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા પર્યાવરણ ને લઈને સંવેદનશીલ છે.. તેઓ પર્યાવરણની સુરક્ષા અને જતન માટે અનેકવિધ કાર્યક્રમો પણ કરતા હોય છે. પર્યાવરણનું જતન કરવા સતત સક્રિય રહેતાં મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આધુનિક યુગના ઇલેક્ટ્રિક વાહનો ની પસંદગી કરી છે. પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહન પ્રદૂષણમાં વધારો કરે છે. અને તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે પ્રદૂષણમુક્ત કાર ખરીદી છે. તેમણે જર્મનીની કાર નિર્માતા કંપની mercedes-benz ની ઇલેક્ટ્રિક કાર નો ઓર્ડર આપ્યો હતો.
મહારાજા પ્રાગમલજી ત્રીજા કારના શોખીન છે. તેમની પાસે વિન્ટેજ કારનો મોટો કાફલો છે. ઓટોમોબાઇલ ના શોખીન એવા મહારાવ પ્રાગમલજી ત્રીજા હવે ચર્ચામાં છે તેમની ઇલેક્ટ્રીક કારની એક કરોડની કિંમતના કારણે. કારણ કે ગુજરાતની આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે જેની કિંમત 1 કરોડથી વધુની છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા માટે આકારની બનાવીને ભારતમાં મોકલવામાં આવી છે. આ કારની ડિલિવરી ભુજના રણજીત વિલા પેલેસમાં કરવામાં આવી હતી.
એક કરોડની કિંમતની આ કાર ફુલ્લી ઓટોમેટિક છે. કારમાં દરેક પ્રકારના આધુનિક ફીચર્સ પણ છે. આકાર અન્ય ઇલેક્ટ્રિક કાર કરતા ખૂબ જ સારી ગણવામાં આવે છે. આ કારને એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર સુધી ચાલે છે. તેને ફુલ ચાર્જ થતાં સાત કલાકનો સમય લાગે છે.
મર્સીડીસ કંપનીની EQC-400 કાર કંપનીની સૌથી પહેલી સંપૂર્ણ ઓટોમેટીક ઇલેક્ટ્રિક કાર છે. આ જ કારણ છે કે તેની કિંમત ૧ કરોડથી પણ વધારે છે. જણાવી દઈએ કે આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજ નવું ફીચર પણ આપેલું છે. આ એક કારમાં સાથે બેગ આપવામાં આવી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે.
કારમાં લાઇટિંગ સેટ, એક્ટિવ બ્રેક, આસિસ્ટ સહિતના ફિચર સાથે ૧૦.૨૫ ઇંચની ડિજિટલ ટચ સ્ક્રીન પણ છે. આ ઉપરાંત ડ્રાઈવર સીટ પર જે વ્યક્તિ બેસે તેની હાઈટ અને બોડી પ્રમાણે સાઈટ ઓટોમેટીક એડજેસ્ટ થઇ જાય છે. કારની અંદર થ્રી ઝોન કલયમેટ કંટ્રોલ પણ છે.
મહત્વનું છે કે વર્ષોથી રાજા શાહી પરિવારમાં મર્સિડિઝ-બેન્ઝ જેવી લક્ઝુરિયસ કાર ખરીદવામાં આવે છે. તેવામાં હાલમાં દેશમાં જે પર્યાવરણની સ્થિતિ છે તેને લઈને આજ પરિવાર પેટ્રોલ ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યો છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા ની ઈચ્છા હતી કે આ ઇલેક્ટ્રીક કારની ખરીદી તેઓ કરે આ કાર નો ઓર્ડર આપ્યો અને તે ભુજ પહોંચી ત્યારે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ પરંતુ અફસોસ એ વાતનો છે કે તેઓ હયાત નથી.
મારા વારસદાર મયુર ધ્વજ સિંહે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે મારા વિન્ટેજ કાર અને પર્યાવરણના પ્રેમી હતા તેઓ નાના હતા ત્યારથી જોતાં આવ્યા છે કે મહારાવને વિન્ટેજ કારનો ખૂબ જ શોખ છે. ત્યારે આ કાર કે જે પર્યાવરણનું પણ જતન કરે તે આવી જતા તેમની ઈચ્છા પૂરી થઈ છે