બધા માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે આ યુવતી પરંતુ પોતાના પેટમાં એક કોળિયો પણ નસીબ નથી, પેટ વગરની યુવતીની હકીકત જાણીને ચોંકી જાશો….

બધા માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે આ યુવતી પરંતુ પોતાના પેટમાં એક કોળિયો પણ નસીબ નથી, પેટ વગરની યુવતીની હકીકત જાણીને ચોંકી જાશો….

દુનિયામાં દરેક લોકો ખૂબ જ ખાવાના શોખીન હોય છે અને આપણા જીવનની ત્રણ અગ્રીમ જરૂરિયાતો એટલે કે રોટી કપડા અને મકાન પરંતુ સૌથી મહત્વની જરૂરિયાત એટલે કે રોટી આપણો ખોરાક જેના વગર આપણે ચલાવી શકતા નથી.

પરંતુ આજે આપણે એક અલગ જ વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવતી પોતે પ્રોફેશનલ શેફ છે. પરંતુ પોતે ભોજનનો એક કોળિયો પણ તેના નસીબમાં નથી.

આ વાત પુણ્યમાં રહેનારી નતાશા ડીડી ની છે નતાશા પહેલેથી જ ખાવાની ખૂબ શોખીન હતી. અને આ જ શોખને કારણે તેનું સપનું પ્રોફેશનલ શેફ બનવાનું હતું. તેને અવનવી વાનગી બનાવવાનો ખૂબ શોખ હતો પરંતુ આજે તે સ્વાદિષ્ટ પકવાનો પોતે જ લઈ શકતી નથી.

નતાશા ને બાળપણથી જ રસોઈ બનાવવાનો શોખ હતો અને આ શોખને કારણે જ તેણે હોટલ મેનેજમેન્ટ નો કોર્સ પણ કર્યો હતો અને આ કોર્સમાં તેની આંખ એક યુવક સાથે મળી હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને લગ્ન જીવનમાં બંધાયા હતા. લગ્ન પછી તે તેના પતિ સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી અને ત્યાં પણ પોતે સેફ તરીકે હોટલમાં નોકરી કરી રહી હતી. પરંતુ અમુક મહિનાઓ પછી પતિએ અચાનક નોકરી કરવાની ના પાડી હતી. જેના કારણે નતાશા ને એવું લાગતું હતું કે મારું પ્રોફેશનલ શેફ બનવાનું સપનું અધૂરું રહી ગયું. આજ કારણ અનુસાર બંને વચ્ચે દરરોજ ઝઘડાઓ થવા લાગ્યા અને બંને અંતે છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો પરંતુ આ નિર્ણયથી તે ખૂબ તણાવમાં ચાલી ગઈ હતી અને આવા સમયની વચ્ચે તેના બીજા લગ્ન કરવા પણ શક્ય ન હતા.

આ તળાવ અને ડિપ્રેશનના કારણે થી તેને સતત માથું દુખતું હતું અને પેન કિલર અને સોલ્ડર પર સતત દુખાવો રહેતો હતો. આ કારણથી તેનો વજન માત્ર 38 કિલો થઈ ગયો હતો અને દરરોજ વજન ઘટતો જોતો હતો આથી અવનવી સમસ્યાઓ સામે આવતી જતી હતી.

આથી તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી અને સામે આવ્યો કે નતાશા ને પેટમાં એક નહીં પણ બે અસર છે જેના કારણે સતત લોહીનું વહન થઇ રહ્યું છે. જેને કારણે નતાશા ને સર્જરી કરાવી પડશે આ સર્જરી 9 કલાક સુધી ચાલી હતી અને બીમારી ગંભીર હોવાને કારણે શરીરની ગાંઠ કાઢવાની સાથે સાથે તેના પેટને જ કાઢવું પડે તેમ હતું. આથી નતાશા પોતાની પસંદગીનો ખોરાક ખાઈ શકતી નહોતી. આ ગંભીર બીમારીને કારણે નતાશા આજે અવનવી વાનગીઓ ખાઈ શકતી નથી અને જો કોઈ ભૂલથી ખવાઈ જાય તો તરત બહાર નીકળી જાય છે તેના કારણે જ નતાશા દિવસમાં છ થી પણ વધારે વાર ભોજન લે છે અને સતત તેને વિટામિન્સ ના ઇન્જેક્શન પણ લેવા પડે છે.

નતાશા આ બીમારીના લીધે કહે છે કે જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે પરંતુ ડિપ્રેશનમાં જરા પણ ના આવવું જોઈએ કે જેના કારણે આવા ગંભીર રોગોનો અને આવી ગંભીર પરિસ્થિતિને સામનો કરવો પડે સુખ દુઃખને જીવનનો એક ભાગ માનવો જોઈએ.

આજ વાતથી પ્રેરણા લઈને નતાશાએ પરિવાર પોતાનું પ્રોફેશનલ સેફ બનવાનું સપનું પૂર્ણ કર્યું અને આજે નતાશા પોતાના instagram ઉપર ધ ગટલેસ ફૂડી નામનું પેજ પણ ચલાવે છે અને તેના 55000 જેટલા ફોલોવર્સ પણ છે. નતાશા કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનાથી ઘણા લોકોએ પ્રેરણા પણ લીધી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *