આ ભાઈને 2001 માં 6 કરોડનું લેણું થયું હતું, પછી ચાલુ કર્યો આ ધંધો.., આજે કરે છે વર્ષે 850 કરોડ નો ધંધો..!

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, જે લોકો ખુબ વધારે અને સખત મહેનત કરે છે, તેઓને તેમના જીવન માં અપાર સફળતા મળે છે. હા, જો તમે યોગ્ય દિશામાં સારી એવી મહેનત કરો છો, તો તમે આસાનીથી સફળતા મેળવી શકશો. એવી ઘણી કંપનીઓ છે જેની શરૂઆત ખુબ નાના પાયે થઇ હોઈ છે. અને અત્યારે ખુબ મોટું સ્વરૂપ લઇ લીધું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આજે આ કંપની એ આખા દેશભરમાં ઓળખ બનાવી લીધી છે. આજે અમે જે કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે કંપની 850 કરોડનો કારોબાર કરી રહી છે. આ કંપની આજે વિદેશની મોટી બ્રાન્ડ સાથે પણ સ્પર્ધા પણ કરી રહી છે. તેમજ આ કંપની એ ખુબ નાના પાયે શરૂઆત કરી હતી. અમે જે કંપની વિશે વાત કરી રહ્યા છીએ તે નમકીન કંપની છે. વર્ષ 2003 માં, અમિત કુમાર અને અપૂર્વ કુમારે તેમના મિત્ર અરવિંદ મહેતા સાથે મળીને આ કંપની શરૂ કરી હતી.
શરૂઆતમાં આ લોકોએ એકદમ નાની જગ્યાએથી ધંધાની શરૂઆત કરી હતી. જોકે આજે આખા દેશભરમાં તેમની ચાર ફેક્ટરીઓ છે, જેમાં 168 સ્ટોર હાઉસ છે અને 2900 ડિસ્ટ્રિબ્યુટરનું નેટવર્ક છે. શરૂઆતમાં એક કંપનીમાં અમિતે 10 વર્ષની સેવા આપી હતી, ત્યાર પછી વર્ષ 2002 માં તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું, તેને 1 વર્ષમાં એક કરોડ રૂપિયાની લોન મળી હતી, પરંતુ તેણે તેના સંબંધીઓ મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા અને લોન પરત આપી દીધી હતી.
પરંતુ અમિતનું સ્વપ્ન એટલું મોટું હતું કે, તેના સામે આ બધી વસ્તુઓ ખુબજ નાની હતી. તેઓએ વર્ષ 2002 માં તેમના ભાઈ અને મિત્ર સાથે નાસ્તાના વ્યવસાયમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું, જેના માટે તેઓએ પરિવાર પાસેથી 15 લાખ રૂપિયા લઈને ઇન્દોરમાં પ્રતાપ નાસ્તાનો પાયો નાખ્યો હતો. આ દરમિયાન ઘણા લોકોની મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમણે લોકોની વાતો પર ધ્યાન આપવાને બદલે, સતત તેમનો વ્યવસાય વધારતા રહ્યા હતા. તેમણે અત્યાર સુધી માં ખુબજ મહેનત કરી છે.
શરૂઆતના દિવસોમાં તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન નેટવર્ક પર કેન્દ્રિત કર્યું, કારણ કે તે સમયે તેમની પાસે એટલા પૈસા અને સાધનસામગ્રી નહોતી. તેના કારણે પ્રથમ વર્ષમાં કંપનીએ 22 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો અને બીજા વર્ષે તે બીઝનેસ વધીને 1 કરોડ થઈ ગયો. જ્યારે ત્રીજા વર્ષે જ આ ટર્નઓવર 7 કરોડ પર પહોંચી ગયું, ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો નહોતો.
બજારમાં હરીફાઈને ધ્યાનમાં રાખીને, તેઓએ તે જ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. કંપનીએ યલો ડાયમંડ નામની પોતાની બ્રાન્ડને ૨૦૧૧ માં રજૂ કરી હતી, અને ત્યારબાદ તેમનો લગભગ એકસો પચાસ કરોડનો ધંધો થઇ ગયો છે. આજના સમયમાં, નાના વેપાર સાથે મોટી અને નાની મલ્ટિનેશનલ કંપનીઓને સ્પર્ધા કરવાની ઉત્કટતા અને સ્પર્ધાથી શહેરના યુવાનોને વિચાર આવે છે, આજે યલો ડાયમંડ મોટી મલ્ટિનેશનલ કંપનીઓને સ્પર્ધા આપી રહી છે.