60 વર્ષની ઉંમરે દુલ્હો બન્યા આ એક્ટર..લગ્નની તસવીરો આવી સામે..ઘણી ફિલ્મોમાં નિભાવ્યા છે વિલનના રોલ..

60 વર્ષની ઉંમરે દુલ્હો બન્યા આ એક્ટર..લગ્નની તસવીરો આવી સામે..ઘણી ફિલ્મોમાં નિભાવ્યા છે વિલનના રોલ..

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની વિલન સ્ટાઈલથી ફેમસ થયેલા આશિષ વિદ્યાર્થી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં ખબર એ છે કે, આ અભિનેતાએ 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કર્યા છે.

આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુઆ સાથે ચુપચાપ રીતે લગ્ન કર્યા હતા. આ કપલે 25 મે, ગુરુવારે તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ તેના આ લગ્ન પ્રસંગ અંગે કહે છે, ‘જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે.’

ગુરુવારે આ કપલે કોલકાતામાં લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, આ કપલ ટૂંક સમયમાં જ તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.

આશિષના લગ્નની તસવીરો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ જ સવાલ પૂછી રહી છે. આખરે આશિષની દુલ્હન કોણ છે? અહીં તમને જણાવી દઈએ કે, રૂપાલી આસામની ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે ગુવાહાટીની છે અને કોલકાતામાં ફેશન સ્ટોર ધરાવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ કપલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આજે સવારે અમે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે અમે ગેટ-ટુગેધર કરીશું. આશિષે તેની લવ સ્ટોરીનો પણ ખુલાસો કર્યો અને કહ્યું, ‘અરે, આ એક લાંબી વાર્તા છે. તે ફરી ક્યારેક તમને બતાવીશું.’ આ અંગે રૂપાલીએ કહ્યું કે, અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને અમે અમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. અમે બંને ઈચ્છતા હતા કે અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થાય.

આશિષની પૂર્વ પત્નીની વાત કરીએ તો તેણે અભિનેત્રી રાજોશી વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. વર્ષો સુધી સાથે રહ્યા પછી બંનેએ છૂટાછેડા લીધા હતા. અહીં તમને જણાવી દઈએ કે, રાજોશી એક અભિનેત્રી, ગાયિકા અને થિયેટર કલાકાર છે.

આશિષના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે હિન્દી સિનેમા સહિત 11 ભાષાઓમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તમિલ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં દેખાયો છે. આશિષ વિદ્યાર્થી ‘બિચ્ચુ’, ‘ઝિદ્દી’, ‘અર્જુન પંડિત’, ‘વાસ્તવ’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યો છે. તાજેતરમાં જ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘ગુડબાય’માં જોવા મળ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *