પત્ની પોતાના પતિને મૌતના મુખમાંથી બહાર ખેંચી લાવી હતી ! ખરેખર આવો પ્રેમ દરેક લોકોને મળે…..

પત્ની પોતાના પતિને મૌતના મુખમાંથી બહાર ખેંચી લાવી હતી ! ખરેખર આવો પ્રેમ દરેક લોકોને મળે…..

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આજે 14 ફેબ્રુઆરી છે, ભારત માટે આ દિવસ બ્લેક ડે તરીકે મનાવામાં આવે છે અને તમામ લોકો પુલવામા અટેકમાં શહીદ થયેલ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવે છે. બ્લેક ડેની સાથો સાથ આજે વેલેન્ટાઈન ડે ભારતના અનેક શહેરો તથા વિદેશમાં પણ ઉજવાય રહ્યો છે. તો એવામાં અમે એક એવી પ્રેમ કહાની લઈને આવ્યા છીએ જેના વિશે જાણી તમે પણ કહેશો કે ખરેખર આજ સાચો પ્રેમ છે.

તમે જોયું હશે કે કોઈ પ્રેમી અથવા તો પ્રેમિકા પોતાના પ્રેમને ફૂલ, રિંગ સોન કે ચાંદી જેવી તમામ વસ્તુઓ ગિફ્ટ કરીને પોતાનો પ્રેમ જતાવતા હોય છે પરંતુ રાજકોટ શહેરમાંથી એક એવી પ્રેમ કહાની સામે આવી હતી કે જે ખરેખર સાચ્ચા પ્રેમનો પુરાવો આપી રહ્યું છે. જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં એક પત્નીએ પોતાના પતિને મૌતના મુખમાંથી પાછી ખેંચી લાવી હતી. રાજકોટના આ યુવકની કિડની બંને કિડની ખરાબ થઇ જતા તે મરણ પથારીએ પડ્યો હતો.

એવામાં પરિવારના મોટા ભાઈએ કિડની ડોનેટ કરવાની તૈયારી દર્શાવી પરંતુ કુદરતને તે મંજુર ન હતું જેના લીધે તેમના મોટાભાઈનું કોરોનામાં નિધન થવા પામયુંહતું જે બાદ ખુદ પત્નીએ પોતાની એક કિડની ડોનેટ કરીને પોતાના પતિને નવજીવન આપ્યું હતું.આ પ્રેમ કહાની પડઘરી ગામમાં રહેતા સંદીપ વેલજીભાઇ કકાણિયા અને તેમના પત્ની હર્ષિદાબેન સંદિપભાઈ કંકાણીયાની છે.

જો સંદીપભાઈની પ્રેમ કહાની વિશે વાત કરવામાં આવે તો બાર વર્ષ પૂર્વે તેઓ પોતાના મિત્રો સાથે મેળામાં ફરવા માટે ગયા હતા જ્યા તેઓની નજર હર્ષિદાબેન સાથે મળી ગઈ હતી, જે બાદ એક વર્ષ સુધી હર્ષિદાબેન તથા સંદીપભાઈએ વાત કરી હતી અને પછી પરિવારજનોની સહમતીથી લગ્ન બંધને બંધાયા હતા. બંનેનો પ્રેમ સાચ્ચો હતો અને પરિવાર પણ સારો હોવાને લીધે હર્ષિદાબેનના પરિવારજનો લગ્ન માટે માની ગયા હતા જે બાદ ઉમિયા માતાજીના આશીર્વાદ લઈને પ્રેમ લન્ગ કરવામાં આવ્યા હતા.

12 વર્ષો ખુબ સુખી સંપન્ન રીતે જીવન પસાર થઇ ગયું, એટલું જ નહીં તેઓને એક સંતાન પણ થયો. એવામાં સુખી સંપન્ન જીવન જીવતા સંદીપભાઈ અને હર્ષિદાબેન માટે અચાનક જ દુઃખના વાદળ છવાય ગયા. જણાવી દઈએ કે અઢી વર્ષ પૂર્વે સંદીપભાઈને કિડનીનો પ્રોબ્લેમ થયો હતો જે બાદ સારવાર કરાવતા જાણવા મળ્યું હતું કે સંદીપભાઈની બંને કિડનીઓ ફેલ થઇ ચુકી છે. આ વાતની જાણ પરિવારજનો તથા પત્ની હર્ષિદાને થતા તેઓ દુઃખમાં ગરકાવ થયા હતા.

પરંતુ હર્ષિદાબેને હાર ન માની અને તેઓએ સંદીપભાઈને બચાવાની ઠાની જ લીધી હતી, જે બાદ તબીબો સાથે મુલાકાત કરીને સંદીપભાઈના પિતા તથા તેમની માતાનું મેડિકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે પિતાને હદયની બીમારી હોવાને લીધે અને માતાને હદયની બીમારી થતા તેઓ કિડની ડોનેટ કરી શકે તેમ હતા નહીં. એવામાં સંદીપભાઈના મોટાભાઈની કિડની મેચ કરાવામાં આવી હતી જે બાદ તેઓની કિડની મેચ થઇ જતા પરિવારમાં ખુશીનો માહોલ હતો.

પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી શકી નહિ કારણ કે કોરોના કાળમાં તેઓના મોટાભાઈનું મૃત્યુ થયું હતું.એવામાં કિડની પણ ન મળી અને પોતાના સ્વજનને જ ગુમાવી દેતા સંદીપભાઈ તથા તેમના પત્ની હર્ષિદાબેન પર દુઃખનો આભ ફાટી પડ્યો હતો. તે સમય આ યુગલ માટે ખુબ મુશ્કેલ રહ્યો હતો કારણ કે નાના પુત્રને ઘરે મૂકીને અનેક દિવસો ડાયાલીસીસ માટે મોરબી જવું પડતું. આવી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ આ યુગલ અડગ રહ્યું હતું.

આ અંગે સંદીપભાઈએ પણ જણાવ્યું હતું કે જયારે તેઓ ડાયાલીસીસ કરાવા માટે જતા ત્યારે મદદ કરવાને બદલે તેના સગાસંબંધી કેહતા કે સંતાનને હોસ્ટેલ મેકલી ડો પણ તેઓ ન માન્યા.રોજ ડાયાલિસિસ કર્યા બાદ તેઓ રાત્રીના સમયે ઘરે આવતા અને પુત્ર સાથે ભોજન કરતા. આવું દુઃખ જોયા બાદ હર્ષિદાબેને મક્કમ પગલું ઉઠાવીને પોતે એક કિડનીનું ડોનેટ સંદીપભાઈને કરશે તેવું પરિવાર સમક્ષ જણાવ્યું હતું જે બાદ બંનેને કિડની મેચ થઇ જતા સંદીપભાઈમાં કિડની ટ્રાંસફર કરવામાં આવી હતી.

આવી રીતે હર્ષિદાબેને પોતાની એક કિડનીને ડોનેટ કરીને પોતાના પતિને મૌતના મુખમાંથી પરત ખેંચી લાવી હતી.પ્રેમની મિસાલ આપતા આવા કિસ્સા સિવાય બીજો એકેય કિસ્સો ન હોઈ શકે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *