સાવકી માતાએ 20 લાખ આપી પુત્રને મરાવી નાખ્યો, કારણ જાણીને હોશ ઉડી જશે… મમતા લજવતો બનાવ આવ્યો સામે..!

રૂપિયા માટે સંબંધને દાવ પર લગાવી કોઈના જીવ લેવા સુધીની ઘટના સામે આવે ત્યારે ઘણી વખત સભ્ય સમાજની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ થાય છે. એવું જ કંઈક અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા ગામ પાસે બન્યું છે. બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યા, પણ સાવકી માતાએ જેવું પતિનું મોત થયું દીકરાના નામે રુપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું.
આ વાત દીકરાને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને તેની હત્યા કરવી દીધી છે. ત્યાર બાદ લાશને સળગાવીને કોથળામાં મૂકી ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં અમદાવાદ જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં માતાની ધરપકડ કરી છે. આ અગાઉ આ મહિલાએ પોતાના સગા દીકરાની પણ હત્યા કરી હોવાની વિગત સામે આવી રહી છે.
કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરામાં આવી હતી, જેથી પોલીસે એની ઊલટતપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિકની હત્યા કરી નાખી છે.
અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખૂલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરી પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીએ નાસિકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા.
અને હાર્દિકની હત્યા કરાવીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી. આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય એ માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમનાં બે સંતાનોને સાચવવા માટે સાત વર્ષ પહેલાં નાસિકમાં રહેતી આ ગૌરી સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ ગૌરી રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતાં હતાં, પરંતુ થોડાક સમય પહેલાં રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયું હતું અને ત્યાર બાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા. જોકે મહિલાએ સંબંધીઓ પાસેથી 25થી 30 લાખ રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે એમ કહીને સંબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા.
હાર્કિદને આ વાતની જાણ થતાં તેને ગૌરીને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહીં ઉઘરાવવાનું કહ્યું હતું. માતાએ હાર્દિકનું પત્તું કટ કરવા માટે નાસિક ફોન કર્યો ને હાર્દિકની હત્યાનો પ્લાન બનાવ્યો. નાસિકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
નાસિકથી ત્રણ શખસ કણભા આવ્યા હતા, જ્યાં તેમને હાર્કિદને બપોરે ગળેટૂંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરીથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા. ધોળા દિવસે હાર્દિકની હત્યા કરીને આરોપી મહિલા ગૌરી હાર્દિકની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી.
હત્યા બાદ અંદાજિત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવું અંધારું થયું તેવી તરત જ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. બાદમાં એક ઓળખીતા રિક્ષાચાલકને બોલાવ્યો હતો અને એમાં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા.
હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાએ થોડાં વર્ષો પહેલાં તેના સગા પુત્રની પણ હત્યા કરી હતી, જે બાબતે નાસિક પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધી હતી.