ભરવાડ સમાજના દીકરાએ ફાર્મહાઉસ માં મોતને વ્હાલું કર્યું, પરિવારે કહ્યું કે અજયે આત્મહત્યા કરી નથી પરંતુ…..

ગુજરાતમાંથી અવારનવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણા કિસ્સાઓ સાંભળીને આપણે ચોકી જતા હોઈએ છીએ. તેવી જ એક ઘટના વડોદરા શહેરમાં અંકોડિયા ગામમાં રહેતા પશુપાલકે પોતાના ઘરની પાસે આવેલા ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું. આ ઘટનાથી ચારેકોર ચકચાર થવા પામી છે. મળતી માહિતી અનુસાર અંકોદીયા ગામમાં રહેતા ૨૨ વર્ષીય પશુપાલક અજય ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
તેઓ તેના ઘરની નજીક આવેલા દ્વારકેશ ફાર્મમાં પોતાના પશુઓની સાર સંભાળ રાખતા હતા. અજય ભરવાડ પશુઓનું ધ્યાન રાખવા માટે સવારથી સાંજ સુધી ફાર્મ હાઉસમાં જ રહેતો હતો. ત્યારબાદ તે ઘરે સાંજે પરત ફરતો હતો પરંતુ ઘટનાના દિવસે સાંજ થવા છતાં પણ અજય ઘરે પરત ફર્યો નહોતો. તમામ શોધખોળાના પ્રયાસ થતાં પણ અજય મળ્યો ના હતો. આ દરમિયાન તેના ફાર્મમાં આવેલા પશુઓ એકલા હોવાથી તેના પરિવારજનો પશુઓને ઘાસચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન જોવા મળ્યું કે અજય ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો આ જોઈને પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.
આ ઘટના બાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતો. ત્યારબાદ અજયના પરિવારમાંથી તેના સભ્ય કલ્પેશ ભરવાડે આક્ષેપ કર્યો છે કે અજયની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ તેના મૃતદેહને લટકાવવામાં આવ્યો છે તેથી આ એક શંકાસ્પદ મોત થયું છે. તેવામાં પરિવાર તેને હત્યા કહી રહ્યું છે તેઓ કહી રહ્યા છે કે અજય ક્યારેય સુસાઇડ કરી શકે નહીં.
ત્યારબાદ તુરંત જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા વધુ પૂછપરછ પરિવારજનો પાસેથી કરી છે પરંતુ અજયના મૃત્યુથી પરિવાર જનની સાથે સમગ્ર ભરવાડ સમાજ માં દુઃખ ની લાગણી છવાઇ ગઇ છે