માં-બાપે વ્યાજે રૂપિયા લઈને દીકરાને અમેરિકા મોકલ્યો અને દીકરાએ અમેરિકા જઈને કરી નાખ્યું એવું કે, માં-બાપને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો..!

માતા પિતા તેમના દીકરાને દીકરીને નાનપણથી લઈને જ્યાં સુધી તેઓ સમજણા ન થાય ત્યાં સુધી ડગલેને પગલે તેમનો સાથ સહકાર આપી તેમને દરેક ચીજ વસ્તુ શીખવે છે અને તેમને ભણાવી ગણાવીને મોટા કરે છે. પરંતુ જ્યારે માતા-પિતાનો ઘઢપણનો સમય આવે ત્યારે તેમને તેમના બાળકો પાસેથી એક જ આશા અને અપેક્ષા હોય છે કે તેમના બાળકો તેમને ઘડપણમાં ખૂબ જ મદદ કરે..
અને ક્યારેય પણ કડવા વેણ વચનો સાંભળવા ન પડે અત્યારે ખૂબ જ ગરીબ ઘરના એક મા-બાપે તેના દીકરાના સારા ભવિષ્ય માટે વ્યાજે રૂપિયા લઈને તેના દીકરાને અમેરિકા મોકલ્યો હતો. પરંતુ દીકરાને અમેરિકા જઈને બધું ઊંધું નાખી દેતા અત્યારે આ ગરીબ મા-બાપને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો..
આ બનાવ બઠીડા ગામનો છે, આ ગામની અંદર મૂળજીભાઈ તેમજ વિમળાબેન મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. તેઓએ તેમના દીકરા અમિતને શરૂઆતથી જ ભણાવી ગણાવીને ખૂબ જ હોશિયાર બનાવ્યો હતો. અમિતે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને અમેરિકા જવાની ઈચ્છા થઈ હતી. એટલા માટે તેણે ઘરે વાત મૂકી કે તે અમેરિકા જઈને આગળનો અભ્યાસ કરવા માંગે છે..
અને ત્યાંથી તે પૈસા કમાઈને અહીં તેમના પરિવારજનોને મોકલી આપશે, અમેરિકા જવા માટે કુલ 50 લાખ રૂપિયાની જરૂર હોવાને કારણે મૂળજીભાઈ તેમના ગામના વિમલ શેઠ પાસે જઈ આ પૈસા વ્યાજે આવ્યા હતા, અને કાગળિયા કરાવ્યા બાદ તેમના દીકરાને અમેરિકા પણ મોકલી દીધો હતો..
પરંતુ અમિત અમેરિકા જઈને એટલો બધો બદલાઈ ગયો કે, તેના મા બાપને સાવ ભૂલી ગયો હતો. તે તેના મા બાપને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે મૂળજીભાઈ અને વિમળાબેન તેમને એકને એક દીકરા અમિતને ફોન લગાવે ત્યારે હંમેશા તે ફોન કાપી નાખતો અને ક્યારે પણ તેના માતા પિતા સાથે વાતચીત કરતો હતો નહીં..
એક દિવસ તેને ફોન ઉપાડ્યો ત્યારે તેને જણાવ્યું કે, તે ખૂબ જ મોટા કામકાજમાં વ્યસ્ત રહે છે. એટલા માટે તેને ફોન ઊંચકવાનો સમય રહેતો નથી. પરંતુ વિમળાબેન અને મૂળજીભાઈ સમજી ગયા હતા કે, તેમનો દીકરો નક્કી કોઈ ખરાબ સંગતની અંદર ફસાઈ ચૂક્યો છે. પરંતુ આ દીકરાએ તેના મા બાપને ખુલીને વાતચીત કરી નહીં..
બિચારા મા બાપ વતનમાં બેઠા બેઠા ખૂબ જ ચિંતા કરી રહ્યા હતા કે, તેમનો દીકરો એવી પરિસ્થિતિની અંદર જીવન જીવતો હશે અને એક બાજુ ગામના વિમલ તેમની પાસેથી વ્યાજની રકમનું ઉઘરાણું કરવા માટે આવી પહોંચ્યા હતા. આટલી મોટી રકમ તેઓ કેવી રીતે ચૂકવશે તે વિચારવા લાગ્યા કારણ કે, તેમનો દીકરો અમેરિકા જઈને એક પણ રૂપિયો તેમના મા બાપને મોકલ્યો હતો નહીં..
એટલા માટે આ મા-બાપ ખૂબ જ મોટી દુવિધામાં મુકાઈ ગયા હતા, થોડા સમય બાદ મુળજીભાઈ અને વિમળાબેનને ખબર પડી કે તેમનો દીકરો અમેરિકામાં ખૂબ જ મોટું ભોપાળુ કાઢ્યું છે. તેને ઘણા બધા લોકોના રૂપિયા ઉધારી ઉપર લઈ મન ફાવે તેવી રીતે પૈસાની રેલમછેલ બોલાવી દીધી હતી અને ગમે તે જગ્યાએ વાપરીને તેણે આ તમામ લોકોના રૂપિયા ડુબાડી દીધા હતા..
એક બાજુ તેના મા બાપ અહીં તેમના દીકરા રૂપિયા મોકલશે તેવી આશાએ બેઠા હતા. પરંતુ તેમને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેમને એકાએક જ આંચકો લાગ્યો અને બંને ચક્કર ખાઈને ત્યાં નીચે ઢળી પડ્યા હતા. આ માતા પિતાને રાતા પાણીએ રડવાનો વારો આવી ગયો હતો. કારણ કે, તેના દીકરાએ બધું ઊંધું નાખી દીધું હતું..
અને હવે તેમનો દીકરો ફોન પણ ઊંચકી રહ્યો હતો નહીં, દિન પ્રતિ દિન મા-બાપને ખૂબ જ ચિંતા થવા લાગી પરંતુ હવે તેઓ મજબૂરીને વશ કશુ કરી શકે તેમ હતા નહીં, આવી સ્થિતિ પાછળના સમયમાં ઘણા બધા પરિવારજનો સાથે બની ચૂકી છે. અત્યારના સમયમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનું ચલણ ખૂબ જ ચાલી રહ્યું છે..
મોટાભાગના લોકો વિદેશમાં જઈને શરૂઆતના સમયમાં ગમે તેવી જગ્યાએ નોકરી કર્યા બાદ પૈસા કમાઈને તેમના મા બાપને મોકલે છે. દિન પ્રતિ દિન એવી ઘણી બધી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવવા લાગી છે, જે આવનારા સમયમાં ખૂબ જ મોટું અને પડકાર જનક પ્રશ્ન બનવા જઈ રહ્યો છે..
કારણ કે, જ્યારે દીકરા કે દીકરીઓ તેમના માતા પિતાથી જુદા થાય છે ત્યારે થોડી ઘણી બાબતોને લઈને હંમેશા મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. આ ઘટના જાણ્યા બાદ કેટલાક લોકોએ કહ્યું કે, માં-બાપ જિંદગીમાં એકવાર જ મળે છે, ઓછા પૈસા કમાઈને ઓછા મોજશોખ અને માપસરની જિંદગી જીવાય પરતું જીવનના દરેક પળ ઉપર જો માં-બાપ કે પરિવાર સાથે ન હોઈ તો તે જીવન સાવ વ્યર્થ છે..