માં વગરના દીકરાએ ધોરણ-10ની પરીક્ષામાં પાસ થઈ ગયો હોવા છતાં પણ સુસાઇડ કર્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને હચમચી જશો…

મિત્રો ગઈકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. ત્યારે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે તો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નપાસ થયા છે. ત્યારે ભુજમાં એક વિદ્યાર્થીએ 10 માંની પરીક્ષામાં પાસ થઈ ગયો છતાં પણ તેને પરિણામ આવ્યાના 15 મિનિટ પછી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો. એકના એક દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કર્યો તો, ભુજની જૂની રાવલવાડીમાં રહેતા 17 વર્ષનો હર્ષિતે નામના વિદ્યાર્થીએ ગઈકાલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
જાણવા મળી રહ્યું છે કે હર્ષિલે જેટલા ટકા ધાર્યા હતા તેના કરતા ઓછા ટકા આવ્યા જેના કારણે તેને મનમાં લાગી ગયું અને તેને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હર્ષિતને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 53% આવ્યા હતા. તેને આ પરિણામ ખૂબ જ ઓછું લાગતું હતું એટલે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
હર્ષિત પરિવારનો એકનો એક દીકરો હતો અને તેને માતા પણ નથી. તે પોતાના પિતા અને દાદા દાદી સાથે રહેતો હતો. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ભુજ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીને ધારેલું પરિણામ ન આવવાના કારણે તેને આ પગલું ભરી લીધું છે. મૃતક વિદ્યાર્થીએ તેના મિત્ર મંડળમાં કઈ રાખેલું કે તેને એટલા ટકા આવશે તેના કરતાં ઓછું પરિણામ આવ્યું એટલે તેને ખૂબ જ મનમાં લાગી ગયું અને તેને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું.