ધોરણ 12માં પાસ થયાની પાર્ટી મનાવવા નીકળેલા મિત્રોને ભરખી ગયો કાળ- બેના મોત, ત્રણ ગંભીર

ધોરણ 12માં પાસ થયાની પાર્ટી મનાવવા નીકળેલા મિત્રોને ભરખી ગયો કાળ- બેના મોત, ત્રણ ગંભીર

હરિયાણા (Haryana) ના કરનાલમાં નેશનલ હાઈવે (National Highway) પર એક ઝડપી કાર બેકાબૂ થઈને પલટા ખુબજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બે યુવકોના કરુણ મોત થયા છે. જ્યારે ત્રણ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘાયલોને પાણીપત (panipat) ની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સિવાહ ગામના રહેવાસી અમન (ઉંમર વર્ષ 18) અને નાંગલ ખેડીના અભિષેક (ઉંમર વર્ષ 19), હર્ષ, મોહિત અને અમનનું ગઈ કાલે 12મા ધોરણનું પરિણામ આવ્યું હતું. જેમાં તે બધાજ પાસ થયા હતા. આ ખુશીમાં બધા મિત્રો રાત્રે પાર્ટી કરવા કૃણાલ આવ્યા હતા.

રાત્રે પાર્ટી કર્યા પછી શનિવારે સવારે લગભગ 4 વાગ્યે જ્યારે તે કરનાલથી તેના ગામ નાંગલ ખેડી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેની કાર મુધબન પાસે બેકાબૂ થઈને પલટી ગઈ હતી. જેમાં અમન અને અભિષેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, મહિન્દ્રાની XUV કાર પાનીપતથી કરનાલ તરફ ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી. જ્યારે વાહન મધુબન પહોંચ્યું ત્યારે અચાનક કાબૂ બહાર ગયું અને ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું. હાઈવે પરની ગ્રીલ તોડીને સર્વિસ લાઈનમાં કાર આવી ગઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું.

અકસ્માતને જોતા લોકોએ તરત જ પોલીસને તેની જાણ કરી હતી. માહિતી મળતા જ મધુબન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહદારીઓની મદદથી પાંચ યુવકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બે યુવકોના મોત નિપજી ચુક્યા હતા.

મધુબન પોલીસ સ્ટેશનના એસએચઓ તરસેમ કંબોજે જણાવ્યું કે પોલીસે બંને યુવકોના મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્યારે અન્ય ત્રણ યુવકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *