આ યુગલે મોરબીમાં એવા લગ્ન કર્યા કે ચારો તરફ વખાણના બોર વેચાય છે..! લગ્ન વિશે જાણી લોકો વખાણ કરી કરી થાક્યા…..

હાલમાં દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે દરેક લોકો અનોખી રીતે લગ્ન કરતા જોવા મળે છે. ત્યારે ઘણા લોકો વધારે પૈસાનો બગાડ ના કરતા સાદગી રીતે લગ્ન કરીને સમાજમાં એક અલગ સંદેશ ફેલાવે છે. લગ્ન એ જીવનની ખૂબ જ પવિત્ર ક્ષણ માનવામાં આવે છે.
ત્યારે ઘણા લોકો આ લગ્નની ક્ષણને ખૂબ સાદગી રીતે વધાવે છે. હાલમાં જ મોરબી શહેરમાં ખૂબ જ સાદગી પૂર્વક લગ્ન સંપૂર્ણ થયા છે અને આ લગ્નની વાત ચારે તરફ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે.
આ સાદગી પૂર્વક લગ્ન એવી રીતે થયા કે લોકો વખાણ કરતા થાકતા નથી. લગ્ન જાણે એવી રીતે થયા કે મોરબી પાટીદાર વડીલો દ્વારા શરૂ કરાયેલી ઘડિયા લગ્ન વિધિથી મોરબીના આંગણે વધુ એક નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નની મળતી માહિતી અનુસાર મૂળ માણેકવાડા અને હાલ મોરબીમાં રહેતા મનસુખભાઈ વાઘજીભાઈ ગોઠવ્યા અને અખંડ સૌભાગ્યવતી પુષ્પાબેનના સુપુત્ર ચી લવજીભાઈ ના શુભ લગ્ન મૂળ કેશીયા અને હાલ નવસારી નિવાસી પ્રવીણભાઈ જેરામભાઈ ભટાસણા તથા અખંડ સૌભાગ્યવતી ગીતાબેન ની સુપુત્રી સાથે પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાય હતા.
આ લગ્નમાં તમામ વિધિઓ ખૂબ જ સાદગી પૂર્વક કરવામાં આવી હતી અને હિન્દુ પરંપરા મુજબ જ આ લગ્ન કરવામાં આવ્યા હતા. આજના સમયમાં લોકો દેખાવડો કરવા માટે મોટા મોટા ડીજે અને શણગાર કરીને લગ્ન કરતા હોય છે ત્યારે આવા સમયમાં આ સાદગી પૂર્વક લગ્ન સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અને આ સાત્ય પૂર્વક ના લગ્ન થી ઘણા લોકોએ તેમાંથી ઉત્તમ પ્રેરણા પણ લીધી છે અને ઘણા લોકોએ તેમાંથી પ્રેરણા લઈને હવેથી તેઓ પણ આવી જ રીતે પોતાના બાળકોના લગ્ન કરશે તેવો નિયમ પણ લીધો છે.