તારક મહેતાની… રીટા રિપોર્ટરનો મોટો ધડાકો- અસિત મોદીને લઈને કહી એવી વાતો કે, સાંભળી શર્મસાર થશે ‘મનોરંજન જગત’

તારક મહેતાની… રીટા રિપોર્ટરનો મોટો ધડાકો- અસિત મોદીને લઈને કહી એવી વાતો કે, સાંભળી શર્મસાર થશે ‘મનોરંજન જગત’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) તેની કોમેડી ઉપરાંત, તેના વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ કરનાર પ્રિયા આહુજા રાજદા (Priya Ahuja Rajda) એ પોતાની સમસ્યાઓ વિશે વાત કરી છે. તેણીએ કહ્યું છે કે, તેના પતિ માલવ રાજડા (Malav Raida) એ શો છોડ્યા પછી, શોના નિર્માતા અસિત મોદી (Asit Modi) એ ક્યારેય તેને સરખો જવાબ આપ્યો ન હતો અને તેને માખીની જેમ શો (TMKOC) માંથી ફેંકી દીધી હતી.

પ્રિયા આહુજાએ શું કહ્યું?
પ્રિયા આહુજા શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી હતી. જોકે તેની ભૂમિકા નિયમિત નહોતી. શો સાથે લાંબા સમય સુધી હોવાને કારણે તે પ્રસિદ્ધિ સુધી પહોંચી હતી. અન્ય ઘણા લોકોની જેમ, પ્રિયા આહુજા રાજદા પણ સેટ પર મળતી ટ્રીટથી ખુશ નહોતી. આ વિષય પર પ્રિયા આહુજાને પૂછવામાં આવ્યું કે, તે છેલ્લા કેટલાક મહિનાઓથી શોમાંથી કેમ ગેરહાજર છે અને સેટ પર કામ કરવાની સ્થિતિ કેવી હતી?

પ્રિયા આહુજાને માનસિક ઉત્પીડન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “હા, કલાકારોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતી વખતે માનસિક સતામણીમાંથી પસાર થવું પડે છે. માનસિક રીતે પણ મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. મારા પતિ છેલ્લા 14 વર્ષથી શોનું નિર્દેશન કરી રહ્યા છે. ત્યારે મને બીજો ફાયદો કે, મારી પાસે કોઈ કોન્ટ્રાક્ટ ન હતો તેથી હું બહાર પણ કામ કરી શકતી હતી. લગ્ન પછી અચાનક જ મને શો માંથી બહાર કરી દીધી હતી. મેં અસિત ભાઈને ઘણી વાર મેસેજ પણ કર્યો પણ તેમની તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.”

પ્રિયા આહુજા ઉમેરે છે કે, “ઘણી વખત તેઓ મને કહે છે- ‘તારે કામ કરવાની શું જરૂર છે, માલવ છે ને?’ મારી પણ એક ઓળખ છે. મને આ કામ એટલા માટે નથી મળ્યું કારણ કે હું માલવની પત્ની છું. હું માલવ સાથે લગ્ન કરતા પહેલા આ શો નો ભાગ હતી. મને ક્યારેય યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.”

આસિત મોદી તરફથી પ્રિયા આહુજાને યોગ્ય પ્રતિસાદ કેમ નથી મળી રહ્યો?
પ્રિયા આહુજા વધુમાં કહે છે કે તેણે અસિત મોદીનો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. પ્રિયાએ વધુમાં કહ્યું કે, “મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. મારા પતિ માલવે શો છોડ્યા પછી, તેણે મને જવાબ આપવાનું બંધ કરી દીધું છે. છેલ્લા 6 મહિનાથી મારા પતિ શો માટે શૂટિંગ કરી રહ્યા નથી અને ત્યારથી મને શૂટ માટે કોઈ ફોન આવ્યો નથી. મેં અસિત ભાઈને મેસેજ પણ કર્યો હતો પરંતુ તેમના તરફથી ક્યારેય જવાબ મળ્યો નથી.”