ડી-માર્ટમાં ભીડનો લાભ લઈને યુવકે કર્યું એવું કે થઈ ગયા ઈજ્જતના કાંકરા, કરેલી કરતૂતોને લીધે આવ્યો સમાજમાં મોઢું સંતાડવાનો વારો..

ડી-માર્ટમાં ભીડનો લાભ લઈને યુવકે કર્યું એવું કે થઈ ગયા ઈજ્જતના કાંકરા, કરેલી કરતૂતોને લીધે આવ્યો સમાજમાં મોઢું સંતાડવાનો વારો..

ઘણી બધી વાર ભીડનો લાભ લઈને જે તે વ્યક્તિ કાળા કામને અંજામ આપી દેતા હોય છે. અત્યારે દિવાળીનો સમય ખૂબ જ નજીક છે. તેવામાં દરેક જગ્યાએ ખૂબ જ ભીડ ઉમટી પડે છે. એવામાં પણ હવે લોકોના વેકેશનના દિવસો પણ ખૂબ જ નજીક આવવા લાગતા જ એકાએક ખરીદીનો માહોલ સર્જાઈ ગયો છે..

અને દરેક દુકાને તેમજ શોપિંગ મોલમાં પણ ભારે માત્રામાં ભીડનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ ભીડમાં શહેરના નાગરિકોએ ખૂબ જ ચેતીને રહેવું જોઈએ, કારણકે આ ભીડનો લાભ લઈને ચોર લૂંટારા આવો ચોરી કે લૂંટફાટ કરીને જતા રહે છતાં પણ નાગરિકોને ખબર પણ રહેતી નથી..

એવી ઘણી બધી ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી ચૂકી હતી. અને અત્યારે ભીડનો લાભ લઈને બે યુવકો એવું કામ કરવા જતા હતા કે, અંતે તેમના કાળા કારનામાનો પરદાફાશ થઈ ગયો છે. અને હવે સમાજમાં મોઢું સંતાડવાનો વારો આવ્યો છે. આ બનાવ સુરતના સરથાણા યોગી ચોક પાસે આવેલા ડીમાર્ટ શોપિંગ મોલમાંથી સામે આવ્યો છે..

અહીં સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટ નામનો ખૂબ જ વિશાળ શોપિંગ મોલ આવેલો છે. જ્યાં હર્ષદભાઇ નામનો વ્યક્તિ અહીં ખરીદી કરવા માટે આવી પહોચ્યો હતો. આ યુવક મહિઘરપુરાના બેગમપુરા દારૂખાના રોડ ઉપર રેહતો હતો. તેણે આ ડી માર્ટમાં ન કરવાના કારનામાં કરી નાખ્યા છે.

તેણે ખરીદી કરતી વખતે ડી માર્ટ શોપિંગ મોલની અંદર રહેલા કર્મચારીઓની નજર ચૂકવીને ખૂબ જ કાળું કામ કરી નાખ્યું હતું. પરંતુ તેઓ જ્યારે આ શોપિંગ મોલની બહાર નીકળવા જઈ રહ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન તેમને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની તલાશી લેતાની સાથે જ તેમની પાસેથી ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી,એનર્જી ડ્રીંક, રૂમાલ મળી આવ્યા હતા..

તેઓ શોપિંગ મોલની અંદર રહેલા સામાનના પેકેટની ચોરી કરીને બહાર નીકળવા જઈ રહ્યા હતા. પરંતુ બહાર નીકળે પહેલા જ સ્ટોરના સંચાલકોને જાણ થઈ જતા આ બંને વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે. બંને પાસેથી અંદાજે 2744 રૂપિયાની કિંમતની ચીજવસ્તુઓ મળી આવી છે..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ડી માર્ટ સ્ટોરના ભાવેશભાઇ સાગરા સરથાણા પોલીસને જાણકારી આપી હતી. આ ઉપરાંત ભાવેશભાઇ સાગરાની ફરિયાદના આધારે પોલીસે હર્ષદ નામના આ વ્યક્તિની સામે શોપિંગ મોલની અંદર ચોરી કરીને ચીજ વસ્તુઓ લઈ જવાનો ગુનો નોંધ્યો છે. અને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે.

અગાઉ પણ શોપિંગ મોલમાંથી ચોરી કરીને ચીજ વસ્તુઓ લઈ જવાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં બે મહિલાની સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બંને મહિલાઓ શોપિંગ મોલની અંદર રહેલી પૂર્ણ પોતાની સાડીની અંદર છુપાવીને લઈ જતી હતી..

પરંતુ સિક્યુરિટી ગાર્ડની નજરથી તેઓ બચી શકે નહીં અને તેમની પાસેથી બોટલો બહાર કઢાવી હતી. એટલું જ નહીં તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે સાથે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ બંને મહિલાઓ સ્ટોર સંચાલકની સામે પગ પકડીને રડવા પણ લાગી હતી..

પરંતુ તેમની આ તમામ કામગીરીઓને નકારી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવા સમયે જે તે વ્યક્તિએ પોતે કરેલી ભૂલો ન ધરાઈ ધરાઈને પછતવો થતો હોય છે. પરંતુ પછી પછતાવો કર્યે કશું પાછું આવતું નથી. જુવાનીના સમયમાં ભૂલથી અજાણતા પણ કરેલી એક ભૂલ વારે વારે યાદ આવતી હોઈ છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *