કોલેજમાં આ યુવતીનો ડાન્સ જોઈને શરૂ થઈ હતી સુર્યકુમાર ની પ્રેમ કહાની, જુઓ પરિવાર સાથેની તસ્વીરો

ટી-૨૦ વર્લ્ડ કપ-૨૦૨૨ માં સુર્યકુમાર યાદવ શાનદાર લય માં નજર આવેલ હતા. ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના ક્રિકેટ ફેન્સની વચ્ચે સુર્યકુમાર યાદવ ચર્ચાનો વિષય બની ગયેલ છે. તેમણે વર્ષ ૨૦૨૨માં ટી-૨૦ માં શ્રેષ્ઠ અંદાજમાં બેટિંગ કરેલી હતી. તેનું પરિણામ છે કે આજે તેઓ ટી-૨૦ રેન્કિંગમાં પહેલા સ્થાન ઉપર પહોંચી ગયા છે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ ઝિમ્બાબ્વેની સાથે હતી અને સુર્યકુમાર યાદવે આ મેચમાં ૨૫ બોલમાં અણનમ ૬૧ રન બનાવ્યા હતા. તેણે છેલ્લી ઓવરમાં જે રીતે રન બનાવ્યા હતા, તેના વિશે દરેક લોકો જાણે છે.
ભારત માટે કમાલ કરતાં પહેલાં સુર્યકુમાર યાદવ એ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરેલી હતી. ઘરેલુ ક્રિકેટમાં પણ મુંબઈ માટે સુર્યકુમાર યાદવનું પ્રદર્શન ખુબ જ સારું રહેલું હતું. જોકે ક્યારેય પણ તેમને ભારતીય ટીમમાં રમવાનો અવસર મળ્યો નહીં. કારણ કે ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર રહેલી છે.
આઇપીએલ માં મુંબઈ માટે સતત રન બનાવ્યા બાદ સુર્યકુમાર યાદવ ને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ગઈ હતી. ૨૦૨૧ ટી-૨૦ વર્લ્ડ કપમાં તેઓ કંઈક ખાસ કમાલ બતાવી શક્યા નહીં, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની શ્રેષ્ઠ રમત બતાવેલી હતી. ખાસ કરીને ૨૦૨૨ માં તેમણે રન નો વરસાદ વરસાવેલો હતો અને જ્યારે વર્લ્ડ કપ માટે રવાના થયા તો તેમની પત્ની દેવિશા એ કોર્ટ પહેરાવીને તેમને તૈયાર કરેલ હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. હવે લોકો તેમની પત્ની વિશે પણ જાણવા માંગે છે. તો ચાલો જાણીએ સુર્યકુમારની પત્ની દેવિશા કોણ છે.
દેવિશા મુળરૂપથી દક્ષિણ ભારતીય છે, પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયેલો છે. એટલું જ નહીં, તેણે મુંબઈમાં પોતાનો અભ્યાસ પણ પુર્ણ કરેલ છે. દેવિશા એ મુંબઈના પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ માં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. આ કોલેજમાં તેની મુલાકાત સુર્યકુમાર યાદવ સાથે થઈ હતી. બંને કોલેજમાં પહેલા મિત્ર બન્યા અને ત્યારબાદ તેમને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. વર્ષ ૨૦૧૬માં બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા હતા. સુર્યકુમાર યાદવના લગ્નમાં તેમના અમુક નજીકના મિત્ર અને સંબંધીઓ સામેલ થયા હતા.
દેવિશા વ્યવસાયથી ડાન્સ ટીચર રહેલી છે, તેની રુચિ સામાજીક કાર્યમાં પણ છે અને તે અમુક એનજીઓ સાથે પણ કામ કરી ચુકી છે. તે અવારનવાર સુર્ય કુમારની સાથે ફોટો શેર કરતી રહે છે, જેમાં બંનેનો પ્રેમ જોવા મળી આવે છે. દેવિશા એ પોતાની પીઠ ઉપર સુર્યકુમાર નાં નામનું ટેટુ પણ બનાવેલું છે. હાલમાં દેવિશા પણ પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. તે મોટાભાગના પ્રવાસ દરમિયાન સુર્યકુમારની સાથે રહે છે.
સુર્યકુમાર યાદવ ની પત્ની દેવીશા શેટ્ટીનો જન્મ મુંબઈમાં ૧૯૯૩માં થયેલો છે. ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી તેણે એક બિનસરકારી સંગઠન ‘ધ લાઈટહાઉસ પ્રોજેક્ટ’ માટે એક વોલન્ટિયરનાં રૂપમાં કામ કરેલું છે. તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહે છે. દેવિશા શેટ્ટીને કોલેજ લાઈફથી જ ડાન્સમાં ખુબ જ વધારે શોખ છે. તેને મુંબઈમાં એક ડાન્સના કોચના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરેલ હતી. તે સિવાય તેને ભોજન બનાવવું પણ પસંદ છે અને તેને પહાડો ઉપર હરવું-ફરવું પણ પસંદ આવે છે.
સુર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટી એ પ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૯ મે, ૨૦૧૬નાં રોજ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. વળી સુર્ય અને દેવિશા બંને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટો તેમના ફેન્સને ખુબ જ વધારે પસંદ આવે છે.