આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત…જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત…જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના બુલઢાણામાં મંગળવારના રોજ સવારના સમયે બની હતી.

અહીં રાજ્ય પરિવહન નિગમની બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઇજાગ્રસ્ત થયેલા બે લોકોની હાલત અત્યંત ગંભીર છે.

આ અકસ્માતની ઘટના જિલ્લાના જુના મુંબઈ-નાગપુર હાઇવે પર સિંદખેડ રાજા નગર પાસે સવારે 7.20 વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં અકસ્માતની ઘટના બની ત્યારે 33 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર બસ બુલઢાણાના મહેકર જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 6 લોકોના મોત થયા છે અને 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ચાર મુસાફરો, બસ ડ્રાઇવર અને ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બસનો એક સાઈડનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *