“મમ્મી-પપ્પા I LOVE YOU મને માફ કરી દેજો” આવી સુસાઈડ નોટ લખીને દીકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું… અંતિમ શબ્દોમાં બહેન માટે એવું લખ્યું કે…

“મમ્મી-પપ્પા I LOVE YOU મને માફ કરી દેજો” આવી સુસાઈડ નોટ લખીને દીકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું… અંતિમ શબ્દોમાં બહેન માટે એવું લખ્યું કે…

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે આજે આપણે આજથી થોડાક દિવસો પહેલા અમરેલીમાં બનેલી એક સુસાઇડની ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટાવાળા તરીકે કામ કરતા એક યુવકે અ ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

યુવકનું મૃત્યુ થતાં આજે ચારેય બાજુ ભારે ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનના પાકીટમાંથી બે સુસાઇડ નોટ મળી હતી. જેમાં યુવાને પોતાના માતા પિતાની માફી માંગી છે. ત્યારબાદ પોલીસે યુવાનનો મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવકે પ્રેમ પ્રકરણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્યાર પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ આશિષ બગડા હતું. આશિષ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે.

વધુમાં સુસાઇડ નોટમાં લખેલું હતું કે, કાકા-માસી, આયુષ, મીત, અર્જુન, પ્રીતિ હંમેશા તમારી સાથે જ છું. મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળે ને તો મા આવી જ મળજો… પપ્પા I MISS YOU મને માફ કરી દેજો તમારા ઉપર આટલું બધું દુઃખ હોવા છતાં પણ આ દુઃખ હું તમને આપું છું અને તમારી યાદ હંમેશા આવશે.

આ ઉપરાંત વધુમાં આયુ છે પોતાની બહેન વિશે લખ્યું હતું કે, બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં હાજર હશે પણ શરીર નહીં હોય. સુસાઇડ નોટમાં કોઈપણ પ્રકારનો ત્રાસ અથવા પરેશાની વિશે મૃત્યુ પામેલા યુવકે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો ન હતો.

યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *