કાળજું કંપાવતો અકસ્માત- કન્ટેનર સાથે અથડાતા બસ ચીરાઈ ગઈ, 6 લોકોના કરુણ મોત- જુઓ ખૌફનાક વિડીયો

કાળજું કંપાવતો અકસ્માત- કન્ટેનર સાથે અથડાતા બસ ચીરાઈ ગઈ, 6 લોકોના કરુણ મોત- જુઓ ખૌફનાક વિડીયો

અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે કાળજું કંપાવી દે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર (Accident in Maharashtra)ના બુલઢાણા (Accident in Buldhana)માં મંગળવારે સવારે રાજ્ય પરિવહન નિગમની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચેની અથડામણ (Bus and truck accident)માં છ લોકોના મોત (6 people died in accident) થયા હતા અને 22 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું છે કે, બે ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે.

મુંબઈ-નાગપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત:
અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, આ અકસ્માત જિલ્લાના જૂના મુંબઈ-નાગપુર હાઈવે પર સિંદખેડ રાજા નગર પાસે સવારે 7.20 વાગ્યે થયો હતો. દર્દનાક અકસ્માત સ્થળ રાજ્યની રાજધાની મુંબઈથી 450 કિમીથી વધુના અંતરે આવેલું છે.

અકસ્માતમાં છ લોકોના મોત, 22 લોકો ઘાયલ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) બસમાં 33 મુસાફરો હતા અને તે પુણેથી બુલઢાણાના મહેકર જઈ રહી હતી, એમ તેઓએ જણાવતા કહ્યું હતું. અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, જ્યારે બસ પલાસખેડ ચક્કા ગામમાં પહોંચી ત્યારે તે એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે.

કાળજું કંપાવતો અકસ્માત- કન્ટેનર સાથે અથડાતા બસ ચીરાઈ ગઈ, 6 લોકોના કરુણ મોત- જુઓ ખૌફનાક વિડીયો


કાળજું કંપાવતો અકસ્માત- કન્ટેનર સાથે અથડાતા બસ ચીરાઈ ગઈ, 6 લોકોના કરુણ મોત- જુઓ ખૌફનાક વિડીયો

અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં બસના ચાર મુસાફરો અને બંને વાહનોના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી ત્રણને સિંદખેડ રાજા નગરના ગ્રામીણ તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 15 અન્યને પડોશી જાલના જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. જાલનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા 15 લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *