કેનેડામાં ભણવા મોકલ્યો અને સફેદ કપડામાં વીંટળાઇ આવ્યો ઘરે…ગુજરાતના આયુષ પટેલનો પાર્થિવદેહ ભાવનગર લવાતા જ આખુ ગામ હિબકે ચઢ્યુ

કેનેડામાં ભણવા મોકલ્યો અને સફેદ કપડામાં વીંટળાઇ આવ્યો ઘરે…ગુજરાતના આયુષ પટેલનો પાર્થિવદેહ ભાવનગર લવાતા જ આખુ ગામ હિબકે ચઢ્યુ

ઘણા માતા પિતા દીકરાને ભણવા માટે વિદેશ મોકલતા હોય છે. હાલમાં જ એક ચોંકવનારી ખબર વિદેશમાંથી સામે આવી છે. જેમાં ભાવનગર ગામના યુવકનું કેનેડામાં જ મોત થયું હતું. આ ખબર ભાવનગરમાં રહેતા યુવકના પરિવારને મળતા જ આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. યુવકનો મૃતદેહ ગઈકાલે કેનેડાથી સીદસર લાવવામાં આવ્યો હતો અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તારીખ 14 એટલે કે ગઈ કાલના રોજ વિશ્વભરમાં ‘મધર્સ ડે’ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસને ભાવનગરને આ માતા ક્યારેય ભૂલી નહીં શકે. એ દિવસે જ માતાએ તેના વ્હાલા દીકરાને કાંધ આપી. ભાવનગરના સીદસર ગામના વતની અને પાલનપુરના ડીવાયએસપીના પુત્ર આયુષ ની લાશ છેલ્લા સાત દિવસ પહેલા કેનેડા માંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યાર પછી ગઈકાલે મધર્સ ડે ના દિવસે તેના મૃત દેને તેના વતન લાવવામાં આવ્યો.

આ દ્રશ્યો જોઈને આખા ગામની આંખો ભીની થઈ ગઈ હતી. આયુષ ની અંતિમ વિધિમાં માતા અને તેના બા એ કાંધ આપી અને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા. આયુષના મૃતદેહને વતન લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ ઉંટી પડ્યું હતું. પાલનપુર ખાતે દીકરાના પિતા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ દાખલનો પુત્ર ન્યૂયોર્ક સિટીમાં અભ્યાસ કરતો હતો. જ્યાં પાંચ તારીખના રોજ યુનિવર્સિટી ગયો અને ત્યાર પછી અચાનક ગુમ થઈ ગયો.

ત્યાર પછી બે દિવસ પછી ટોરેન્ટો પાસે આવેલા પુલ નીચે તેનો મૃત દે ખૂબ જ ખરાબ હાલતમાં મળી ગયો હતો જે જોઈને ચકચારી મચી ગઈ. આયુષ કોમ્પ્યુટર એન્જિનિયર નો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. ત્યાર પછી દીકરો ઘરે સફેદ કપડામાં લપેટાઈને આવતા જ માતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. આયુષ ના આખા પરિવાર પર તો જાણે આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આયુષના પરિવારમાં આયુષ અને તેનો એક નાનો ભાઈ અને માતા-પિતા એમ ચાર જણ નો પરિવાર હતો.

આયુષનો નાનો ભાઈ ગાંધીનગર ની અંદર અભ્યાસ કરે છે. જ્યારે આયુષ 4:30 વર્ષ પહેલાં કેનેડા ભણવા ગયો હતો અને છ મહિનામાં તો માસ્ટર ડિગ્રી પણ પૂરી થવાની હતી. પરંતુ કાલ કોને ખબર શું થવાનું હોય આયુષના મૃતદેહ વતન લાવવામાં કેનેડા એમ્બેસીએ મદદ કરી અને કેનેડા પોલીસના સહયોગ ના કારણે એક અઠવાડિયામાં જ તેના મૃતદેહને વતન લાવવામાં આવ્યો. આ ઘટના અંગે કેનેડા પોલીસ તપાસ કરી રહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *