સગી માતાએ 6 લાખમાં ફૂલ જેવા માસુમ દીકરાનો સોદો કર્યો, કારણ જાણીને હેરાન રહી જશો… જાણો..!

ખેડા જિલ્લામાં નવા જન્મેલા બાળકનો વેપારનાં કૌભાડ બહાર આવ્યું છે. મહિલા ટોળકી જે તે વિસ્તારમાં જઇ ગરીબ ગર્ભવતી મહિલાને તેના ગર્ભમાં રહેલા બાળકને વેચવા મનાવી લે અને તેના પછી તે બાળકનો ઉંચા ભાવે અન્યને વેચવાનો સોદો કરવામાં આવતો અને આ મહિલા ટોળકી વચ્ચેથી તગડી રકમ પોતાના ખિસ્સામાં સેરવી લેતી હતી.
જેમ કે આ કેસમાં મહિલાને બાળકના દોઢ લાખ રુપિયા આપવાનુ કહી અને બાળકને અન્યને સાડા છ લાખમાં વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો. પોલીસે ગ્રાહક બનીને આ આખી ટોળકીને ઝડપી પાડી ખેડા જિલ્લામાં ચાલતા વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરી છે.
આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી તેને મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મૂળ બહારની અને હાલ નડિયાદ સ્થાયી થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાનાં છે.
આ મહિલા પરપ્રાંતીય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. એ બાદ તેના બાળકને ઊંચી કિંમતમાં એજન્ટો મારફત વેચાણ કરતી હોવાની માહિતી SOGને મળી હતી. બાતમીના આધારે ખેડા SOGએ મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી.
મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અહીં માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ (રહે.કિશન સમોસાંનો ખાંચો, વાણિયાવડ, નડિયાદ) અને પુષ્પાબેન સંદીપ પટેલિયા (રહે. રામાદૂધાની ચાલી, મિલ રોડ, નડિયાદ) પણ હાજર હતી.
આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતાં આ ત્રણેય મહિલાએ ઘુસપુસ કરી થોડીવાર ઊભા રહો, અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કરાયો હતો. બાળક ખરીદવા માટે તૈયારી બતાવતાં જ ત્રણ પૈકીની એક મહિલા બાળક લઈને આવી હતી.
જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાની ધરપકડ કરી હતી. એ પછી પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું, આથી પોલીસે આ ત્રણેય મહિલાને સાથે રાખી ઉપરોક્ત હોટલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરી છે.
જેમાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબૂલ્યું છે. બાળકની માતાની પૂછપરછ કરતાં તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરાયો હતો. પોલીસે માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યાર બાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરી નાખતી. પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે.
પોલીસના હાથે ઝડપાયેલા માયાબેને ભૂતકાળમાં પણ સરોગસી મારફત બાળકો મેળવી અલગ અલગ રાજ્યોમાં વેચ્યા હોવાની વિગત સામે આવી છે. નડિયાદમાં એક સાહેદ પાસેથી ત્રણ બાળક અને એક સાહેદ પાસેથી એક બાળક મેળવી માયાબેને ભતૂકાળમાં ગોવા, રાયપુર અને જયપુરમાં વેચ્યા હોવાની વિગત સામે આવી છે.
પોલીસે આ મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનીએ તો, બાળક લેનારની જરુરિયાતને જોઈ તેમની પાસેથી પૈસા વસૂલાતા હતા. પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલા સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઊતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોનાં નામ ખૂલે એમ છે.