અરબો સંપતિનાં માલિક છે ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકર, જુઓ તેમનાં પરિવારની અને ઘરની તસ્વીરો

ભારતમાં ક્રિકેટ સૌથી વધારે લોકપ્રિય રમત છે અને તેને સમાજનાં તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. કોઈપણ દેશના ખેલાડી કરતા પણ વધારે ભારતીય ક્રિકેટ ખેલાડીઓને ભારતમાં ખુબ જ પ્રેમ મળે છે. આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ ખેલાડીઓની યાદીની ચર્ચા દરેક જગ્યાએ થાય છે અને આજે આપણે વાત કરીશું ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકર વિશે, જે વૈભવી જીવન જીવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાંદ્રા સ્થિત પોતાના સુંદર અને આલીશાન ઘરમાં પોતાનાં પરિવાર સાથે રહે છે. સચિન અને અંજલીનાં લગ્ન વર્ષ ૧૯૯૫ માં થયા હતાં. વર્ષ ૧૯૯૭ માં તેમની પુત્રી સારા નો જન્મ થયો હતો. બે વર્ષ બાદ વર્ષ ૧૯૯૯ માં પુત્ર અર્જુનનો જન્મ થયો હતો.
સચિનનું ઘર મુંબઈનાં સૌથી મોંઘા વિસ્તારમાં પેરી રોડ વેસ્ટ બાંદ્રામાં આવેલું છે. સચિનનું ઘર એક મહેલ કરતાં ઓછું નથી. રિપોર્ટ્સ અનુસાર સચિને આ ઘર વર્ષ ૨૦૦૭ માં ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તેંડુલકરની વિશાળ હવેલી વર્ષ ૧૯૨૬ માં બની હતી અને તેને મુળ રૂપથી “દોરાબ વિલા” તરીકે ઓળખાતી હતી. ૬૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલા આ ઘરને તેંડુલકરનાં પરિવારે ૪ વર્ષના રિનોવેશન બાદ વર્ષ ૨૦૧૧ માં રહેવા આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં જ પાકિસ્તાન સામેની મેચમાં ડેબ્યુ પર ક્રિકેટની પિચ પર પ્રભુત્વની મર્યાદા નક્કી કરી દીધી હતી. એક રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે સેવા આપી હતી. “માસ્ટર બ્લાસ્ટર’” અને ક્રિકેટનાં ભગવાન જેવા નામથી દુનિયાભરમાં જાણીતા ભારતના પુર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે ક્રિકેટની દુનિયામાં મોટું નામ કમાઇ લીધું છે. સચિન તેંડુલકરને જોયા બાદ જ દેશ-વિદેશનાં ઘણા યુવાનો ક્રિકેટની દુનિયામાં ઉતર્યા હતાં. સચિન તેંડુલકરની ગણતરી પણ વિશ્વનાં સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે.
પોતાનાં સમયમાં સચિન તેંડુલકર દુનિયાના સૌથી સફળ અને મોંઘા ખેલાડીઓમાંના એક રહ્યા છે. ૨૪ વર્ષથી સચિન તેંડુલકરે ક્રિકેટનાં મેદાન પર ખુબ જ ધુમ મચાવી છે અને લગભગ અઢી દાયકાની ક્રિકેટ કારકિર્દીમાં સચિને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૧૩ માં સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. જોકે હવે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે પણ ક્રિકેટની દુનિયામાં તે હજુ પણ ચર્ચામાં રહે છે. સચિન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ પણ કરી ચુક્યા છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. સચિન તેંડુલકર તેની માતા, પત્નિ અંજલિ, પુત્રી સારા અને પુત્ર અર્જુન તેંડુલકર સાથે મુંબઇનાં બાંદ્રા વેસ્ટમાં રહે છે. અહીં તેમનો ખુબ જ સુંદર અને વૈભવી બંગલો છે. તો ચાલો આજે તમને ક્રિકેટનાં ભગવાનના આ ઘરની ટુર પર લઇ જઇએ.
સચિન તેંડુલકરનું ઘર ૬૦૦૦ સ્ક્વેર ફુટમાં બનેલું છે અને આ પ્રોપર્ટી સચિને વર્ષ ૨૦૦૭ માં એક પારસી પરિવાર પાસેથી ખરીદી હતી. પહેલા આ ઘર “દોરાબ વિલા” તરીકે પ્રખ્યાત હતું. જાણકારી અનુસાર સચિને આ ઘર માટે ૩૯ કરોડ રૂપિયાની કિંમત ચુકવી હતી. સાથે જ માસ્ટર બ્લાસ્ટરે જ્યારે તેને ખરીદ્યું ત્યારે તેનું રિનોવેશન કરાવ્યું હતું.
સચિન તેંડુલકરને આ બંગલાના નવીનીકરણ કરવામાં ૪ વર્ષ લાગી ગયાં હતાં. ૪ વર્ષ બાદ વર્ષ ૨૦૧૧ માં સચિન પોતાના આખા પરિવાર સાથે આ ઘરમાં શિફ્ટ થઇ ગયાં હતાં. સચિનનું ઘર મહેલ કે ફાઈવ સ્ટાર હોટલની જેમ સુંદર અને આલીશાન છે.
ઘરનો પ્રવેશ દ્વાર લાકડાનો બનેલો છે, જે ખુબ જ મજબુત છે. જો તમે ફ્લોર પર નજર નાખો તો પ્રવેશદ્વારનાં ફ્લોર માટે કાળા આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ આખા ઘરનું ફ્લોરિંગ સફેદ આરસમાંથી કરવામાં આવ્યું છે.
ક્રિકેટનાં ભગવાનને ભગવાનમાં ઉંડી શ્રદ્ધા છે. હાથ જોડીને અને માથું ઝુકાવીને સચિન તેંડુલકર પ્રથમ પુજ્ય ભગવાન શ્રી ગણેશજી સામે બિરાજમાન છે. તેની પત્નિ અંજલિ પતિની બાજુમાં જ બેઠી છે. તમે જોઈ શકો છો કે ઘરની દિવાલોનો રંગ સફેદ છે અને દિવાલો પર પેઇન્ટિંગ્સ છે. સચિન તેંડુલકર ક્રિકેટમાંથી ઘણું નામ અને ખ્યાતિ કમાયા છે. આ સિવાય પણ તેણે અઢળક કમાણી કરી છે. સચિન મુંબઇના એક ખુબ જ વૈભવી બંગલામાં રહે છે, જ્યાં તેની પત્નિ, તેની પુત્રી અને તેમનો પુત્ર સાથે રહે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકર ઘણી બ્રાન્ડનાં બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ બ્રાન્ડ્સ દ્વારા તે અઢળક કમાણી પણ કરે છે. સચિન કાર નાં શોખીન છે, તેની પાસે ફરારી, મર્સિડીઝ, બીએમડબલ્યુ અને ઓડી જેવી મોંઘીદાટ કારનું મોટું કલેક્શન છે.
અન્ય એક તસ્વીરમાં સચિન તેની પત્નિ અને પુત્રી બંને સાથે જોવા મળી રહ્યાં છે અને તેઓ ભગવાન શ્રી ગણેશજીની આરતી કરી રહ્યા છે.
આ તસ્વીરમાં સચિનને ભગવાન શ્રીનાથજીની તસ્વીર સાથે જોઇ શકાય છે.
સચિન તેંડુલકર પોતાનાં ઘરનાં ડાઇનિંગ એરિયામાં. તેમની પાછળ ખુબ જ લગ્ઝરી અને સુંદર સોફા નજર આવી રહ્યાં છે. સચિનનો આ બંગલો ૫ માળનો છે. નીચેનાં બે માળ પર ભોંયરાનો વિસ્તાર છે, જેમાં એક સાથે ૫૦ થી ૬૦ વાહનો પાર્ક કરી શકાય છે. સાથે જ સચિનનો પરિવાર ટોપ થ્રી-ફ્લોર પર રહે છે.
બાલ્કમાંથી શહેરનો મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો જોઈ શકાય છે.
સચિન તેંડુલકરે પણ પોતાના ઘરમાં હરિયાળીને ઘણી જગ્યા આપી છે. તેના ઘરમાં ખુબ જ મોટું અને ખુલ્લુ ગાર્ડન છે.
સચિન તેંડુલકર ઘણીવાર અહીં વર્કઆઉટ પણ કરે છે.
સચિન તેંડુલકરનાં ઘરનું ઇન્ટિરિયર ખુબ જ ખાસ અને આકર્ષક છે. સચિન તેંડુલકર તેની માતા સાથે.