સલમાન ખાનને નફરત કરનાર લોકોની સામે અભિનેતા શુનિલ શેટ્ટીએ એવી દર્દનાક વાતનો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ દંગ રહી જશો…. કહ્યું કે તેણે

સલમાન ખાનને નફરત કરનાર લોકોની સામે અભિનેતા શુનિલ શેટ્ટીએ એવી દર્દનાક વાતનો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ દંગ રહી જશો…. કહ્યું કે તેણે

સલમાન ખાન બોલીવુડ ના એ સ્ટારો માના એક ગણાય છે કે જેમને પ્રેમ કરતા લોકોની સાથે સાથે નફરત કરનાર લોકોની પણ કંઈ કમી જોવા મળતી નથી. લોકો સમયે સમયે સલમાન ખાન ને બહુ જ તીખા તાનાઓ મારતા હોય છે. જોકે સલમાન ખાન એ પોતાને નફરત કરતા લોકોને કોઈ દિવસ ખોટા કહયા નથી. સલમાન ખાન તો માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપે છે. એ વાત જુદી છે કે બૉલીવુડ ના ઘણા સ્ટાર સલમાન ખાન ની પુરા જમાના ની સામે તારીફ પણ કરી ચુક્યા છે. બૉલીવુડ સ્ટારસ એ ઘણીવાર જમાનાને જણાવ્યું કે સલમાન ખાન વાસ્તવમાં કેટલા સાફ દિલના છે.

હાલમાં જ બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી એ સલમાન ખાન ને લઈને એક બહુ જ ચોંકાવનારું બયાન આપ્યું છે કે તમારા પગ નીચેથી જમીન સારી જશે. સુનિલ શેટ્ટીએ જણાયું કે સલમાન ખાન કઈ રીતે લોકોની મદદ કરવા માટે હદ પાર કરી શકે છે. એક ઇન્ટરવ્યૂ માં સલમાન ખાન ના વખાણ કરતા સુનિલ શેટ્ટી એ તેમને ગોલ્ડન હાર્ટ પર્સન પણ કહયા છે.સલમાન ખાન ને યાદ કરતા સુનિલ શેટ્ટી એ જણાવ્યું કે લોકોને લાગે છે કે તેઓ સલમાન ખાન ને ઓળખે છે.

પરંતુ આવું નથી લોકોને જાણ નથી કે સલમાન ખાન કેટલા સારા વ્યક્તિ છે. સલમાન ખાન એક એવા વ્યક્તિ છે જે માંગવા પર કઈ પણ આપી શકે છે. આગળ સુનિલ શેટ્ટી એ કહ્યું કે એક દિવસ મેં સલમાન ખાન ને ફોન કર્યો હતો. સલમાન ખાન એ મારો ફોન ઉપાડ્યો નહિ. મને યાદ છે કે હું વારંવાર તેને પૂછી રહ્યો હતો કે તેઓ ક્યાં જય રહયા છે. પરંતુ સલમાન ખાન એ મને કઈ જણાવ્યું નહિ.સલમાન ખાન એ કહ્યું કે જ્યારે મારું કામ થઇ જશે ત્યારે હું તને બોલાવી લઈશ.

પાછળથી મને જાણ થઇ કે સલમાન ખાન કેન્સર થી તડપતા એક બાળક ની મદદ કરવા માટે ગયા હતા. તે બાળક માટે સલમાન ખાન એ બોન મેરો ટેસ્ટ કરાવ્યો હતો. જેને મેડિકલ નો સૌથી દર્દનાક ટેસ્ટ ગણવામાં આવે છે. સુનિલ શેટ્ટીએ ખુલાસો કરતા જણાવ્યું કે સલમાન ખાન એ આ વાત દરેકથી છુપાવી હતી. ત્યારે જ હું બોલતો હોવ છું કે કોઈ પણ સલમાન ખાન ને નથી ઓળખતું તેનું દિલ સાચે જ સોનાનું છે. તે લોકોની દરેક રીતે મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *