આ માણસે 1-1 રૂપિયાના સિક્કા 5 વર્ષ સુધી ભેગા કર્યા…હવે પહોંચ્યો દુકાને પોતાની ડ્રિમ બાઈક લેવા…જાણો કેટલા સિક્કા હશે? – જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને નવાઈ લાગે તેવા વિડિયો સામે આવતા હોય છે જેને જોઈને આપણે ઘણીવાર ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે દરેકનું સપનું મોટા વાહનો ખરીદવાનું હોય છે અને તેમાં પણ સ્પોર્ટ બાઈક નો અલગ જ પ્રેસ ચાલી રહ્યો છે.
પરંતુ હાલમાં એક યુવાને સપોર્ટ બાઈક ખરીદવા માટે એક એક રૂપિયો ભેગો કર્યો હતો. આ કિસ્સો તમિલનાડુ માં સામે આવ્યો છે. ત્યાંના રહેવાસી એ વી બુબાધીયે ભાઈ ભેગી કરીને તેને જોયેલી સપનાની બાઈક બજાજ ડોમિનોર 400 ખરીદી હતી. છેલ્લા ત્રણ વર્ષોથી રૂપિયાના સિક્કા તે ભેગા કરતો હતો. તે તમામ સિક્કાઓ લઈને તે બાઈક ખરીદવા માટે ગયો હતો અને આ સિક્કાઓ ડીલરશીપ પાસે પહોંચ્યા હતા. આ સિક્કાની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી તમામ લોકોના હોશ ઉડી ગયા હતા.
તે તમામ સિક્કા ગણવામાં અંદાજિત 10 કલાક જેટલો સમય લાગ્યો હતો આ માહિતી ઇન્ડિયા એજન્સીના મેનેજર એ આપી હતી. બુબા થી એ બીસીએ પૂર્ણ કર્યું છે અને ચાર વર્ષ પહેલા તેણે youtube ની ચેનલ શરૂ કરી હતી અને વધુ પૈસા માટે તે એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટેડ તરીકે કામ કરતો હતો ત્યારે જ તેણે બાઈક ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તે સમયે તેની પાસે પૂરતા પૈસા ન હતા તેથી તેણે તેની ચેનલ માંથી અને જોબમાંથી વધેલા પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું હતું.
તેમાં તેને કુલ 5 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ 5 વર્ષના સમય વીતવાથી બાઇકની કિંમત ખૂબ જ વધી ગઈ હતી પણ સદભાગ્યે આ સિક્કા તેના બાઈક લેવા માટે પૂરતા હતા. આ રકમ લઇ જ્યારે તે શોરૂમ એ પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે બેંક 2000 રૂપિયાની નોટ પર એક લાખ રૂપિયાની ગણતરી કરવા માટે 140 રૂપિયા કમિશન લે છે પરંતુ થોડી થોડી ચર્ચાઓથી તેને મંજૂરી આપવામાં આવી હતી સોશિયલ મીડિયામાં આ બચત થી પણ પોતાના સપના સાકાર થઈ શકે છે આ વાત લોકોએ વ્યક્ત કરી છે.