માં-બાપ ખાસ વાંચી લેજો..! વેકેશનમાં મિત્રો ફાર્મ હાઉસે જઈને કરતા હતા એવા કામ કે માં-બાપને ખબર પડતા જ જીવ અધ્ધર થઈ ગયા

દરેક માતા પિતા પોતાના બાળકોને સારા સંસ્કાર આપતા હોય છે અને એવું ઇચ્છતા હોય છે કે અમારા બાળકો સંસ્કારી બાળક બને અને પોતાનું ઉત્તમ જીવન અને સારું ભવિષ્ય બનાવે પરંતુ અમુક બાળકો સારો માર્ગ છોડીને અવળા માર્ગે ચડી જતા હોય છે અને પોતાનું જીવન બરબાદ કરી દેતા હોય છે. જે યુવાની ની ઉંમરમાં બાળકને સારું ભવિષ્ય બનાવવાનું હોય ત્યારે તે અવળા માર્ગે ચઢીને પોતાનું ભવિષ્ય બરબાદ કરતા હોય છે અને અંતે પરિવારને પણ ખૂબ પછતાવું પડે છે.
આવી જ એક ઘટના વંદન પાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો ફાર્મ હાઉસ ગયા હતા ત્યારે બની હતી આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો વેકેશનની મજા માણવા માટે ફાર્મ હાઉસ જવાનું નક્કી કર્યું હતું અને ઘરેથી મંજૂરી લઈને પોતાના ઘરથી ખૂબ દૂર આવેલા ફાર્મ હાઉસમાં ગયા હતા. પરંતુ આ મોજ મસ્તી એક અલગ જ રૂપમાં બદલાવાની હતી. આ વાતથી મા બાપ પણ અજાણ હતા આ પાંચ મિત્રો મોજ મસ્તીની બદલે દારૂ અને સિગરેટની મહેફીલ જમાવી હતી.
જ્યારે આ પાંચ મિત્રો દારૂ અને સિગરેટના નશામાં હતા ત્યારે એક મિત્રના ઘરેથી બાળકની સંભાળ લેવા માટે ફોન આવ્યો હતો. પરંતુ તે મિત્ર ઘરેથી આવેલા ફોનને કટ કરવાનું ભૂલી ગયો હતો અને ત્યાં થતી તમામ વાતો મા બાપ સાંભળી ગયા હતા. આવા સાંભળતાની સાથે જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત જ માતા પિતાએ અન્ય બાળકોના માતા પિતાને આ વાતની જાણ કરી હતી અને તે તમામને લઈને ફાર્મ હાઉસ પહોંચી ગયા હતા અને ફાર્મ હાઉસ જતા ની સાથે જ તમામ માતા-પિતાના હોસ ઉડી ગયા હતા.
કારણ કે તમામ જગ્યાએ નશાશીલ વસ્તુઓ નજરે પડી હતી અને તમામ બાળકો નશા ના ધુત થઈને ઢળી પડ્યા હતા. આ દ્રશ્ય જોતા માતા પિતા ના શ્વાસ અધર ચડી ગયા હતા કારણ કે આ તમામ મિત્રોએ માતા-પિતાની નામના ને અને તેના સંસ્કારો પર પાણી ફેરવી દીધું હતું ત્યારબાદ તમામને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ તમામ મિત્રો વેકેશનની રજાઓ દરમિયાન એક ખરાબ મિત્રના સંપર્કમાં આવી ગયા હતા અને ત્યારથી જ તેને આ ખરાબ લત લાગી હતી.