સુરતની દીકરીએ દુબઈમાં ડંકો વગાડ્યો..! દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું,

સુરતની દીકરીએ દુબઈમાં આયોજિત કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના માતા-પિતા, ગુજરાત અને સુરત શહેરનું નામ રોશન કરેલું છે. ગત તારીખ ૩૦ એપ્રિલના રોજ દુબઈ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન થયેલું હતું, જેમાં સુરતની ૧૭ વર્ષીય શિહોરા જીશા એ ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવેલી હતી.
સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલ ખોડીયાર કૃપા સોસાયટીમાં શિહોરા જીશા પોતાના પરિવાર સાથે રહે છે. તેને બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ખૂબ જ રુચિ હતી. જીશા એ કરાટેમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કરેલો હતો. તે પોતાના અભ્યાસની સાથે સાથ કરાટે ની ટ્રેનિંગ પણ લઈ રહી હતી. જીશા ધોરણ ૧૨ની પરીક્ષા આપ્યા બાદ દુબઈમાં આયોજિત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગયેલી હતી.
દુબઈ ખાતે ૩૦ એપ્રિલના રોજ આયોજિત થયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ૨-૨૦૨૩ સ્પર્ધા સમગ્ર વિશ્વમાંથી ૬૦૦ થી વધારે કરાટે પ્રતિયોગીઓ વચ્ચે યોજાયેલ હતી. જેમાં શિહોરા જીશા વિજયભાઈ એ કુમેટે (ફાઈટ)માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો હતો. વળી કાતા ફાઈટમાં જીશા ને બ્રોન્ઝ મેડલ મળેલો હતો.
જીશા જ્યારે આ પ્રતિયોગિતામાં ભાગ લઈને દુબઈથી સુરત ફરી હતી, ત્યારે પરિવાર, સોસાયટી અને સ્કૂલ દ્વારા તેના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવેલી હતી. સોસાયટીમાં પ્રવેશ કરતાની સાથે જ પરિવાર સહિતના લોકોએ જીશાનું સ્વાગત કર્યું હતું. જેથી જીશા ભાવવિભોર બની ગઈ હતી અને પોતાના પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.
મીડિયા સાથે વાતચીત કરવા દરમ્યાન દિશા એ જણાવ્યું હતું કે દુબઈની કરાટે ચેમ્પિયનશિપમાં ૬૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના ૧ મહિના પહેલા તેણે આખરી ટ્રેનિંગ લીધેલી હતી. કરાટે ની ટ્રેનિંગ માટે તે સુરતથી છેક બારડોલી સુધી જતી હતી. કરાટે ની પ્રેક્ટિસ માટે તે પોતે એકમાત્ર ગર્લ હતી, જે બધા બોયઝ ની વચ્ચે પ્રેક્ટિસ કરતી હતી. તેણે પોતાની આ સફળતામાં પરિવાર, સ્કૂલ અને કોચનો આભાર માન્યો હતો, જેમણે તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો.