પાટીદારના દીકરાએ બતાવી અનોખી માનવતા, માતા પિતાનો ત્યાગ કરીને કર્યા એક વિધવા સાથે લગ્ન…

પાટીદારના દીકરાએ બતાવી અનોખી માનવતા, માતા પિતાનો ત્યાગ કરીને કર્યા એક વિધવા સાથે લગ્ન…

સાસુ-સસરા દ્વારા વિધવા પુત્રવધૂના પુનર્લગ્નના અમુક કિસ્સાઓ તમે જોયા હશે. હવે એક એવો બનાવ સામે આવ્યો છે, જે તમે આજ દિવસ સુધી નહીં સાંભળ્યો હોય. પટેલ પરિવારમાં જુવાનજોધ દીકરાનું અકાળે અવસાન થતાં વહુ વિધવા બની. પણ સાસુ-સસરાને વિધવા વહુ અને બે પૌત્રો સાથે એવી તો સંબંધની માયા બંધાઈ કે તેનાથી જુદા થઈ શકે એમ નહોતા.

આથી સાસુ-સસરાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. સાસુ-સસરાએ 35 વર્ષના એક યુવકને દીકરા તરીકે દત્તક લીધો. સાથે જ વિધવા વહુના પુનર્લગ્ન કરાવ્યા. આખો પરિવાર હવે એક છત નીચે આનંદથી જીવન વિતાવી રહ્યો છે. દત્તક દીકરાએ પણ એક યોગીની જેમ પોતાના સગાં મા-બાપને ત્યાગીને નવો જ સંસાર માંડી નવા વૃદ્ધ મા-બાપની સેવા કરવાની નેમ લીધી છે.

શું હતો બનાવ?
કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામનો આ સુંદર કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. વરજડી ગામમાં રહેતા કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીમાણીના પરિવારમાં પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધૂ મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ હતા.

સચિનને ખેતી અને ગૌશાળામાં રસ હતો. નવ મહિના પહેલા સપ્ટેમ્બર-2021માં સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાયો દોહતો હતો. અને ત્યારે જ વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું.

ભીમાણી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. આ ઘટનાએ ઈશ્વરભાઈને અંદરથી હચમચાવી નાખ્યા હતા. દરમિયાન ઈશ્વરભાઈએ પુત્રવધૂ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો. પણ મિત્તલને પોતાના બંને પુત્રોને પણ સાથે લઈ જવાનું કહ્યું ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસ્કો લાગ્યો. સાસુ-સસરાને પુત્રવધૂ મિતલ અને પૌત્રો સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા.

ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું, “પરિવારમાં સચિન મોટો હતો. એ પછી દીકરી જાગૃતિ અને કોમલ હતા. મારો વ્યવસાય ખેતીનો છે. હું કોન્ટ્રાક્ટરનું પણ કામ કરતો હતો. એ માટે પહેલા બહારગામ રહેવું પડતું હતું. ત્યારે વિચાર્યું હતું કે જ્યારે પૌત્ર આવશે ત્યારે બહારગામના કામ છોડીને હું ઘરે જ રહીશ. અને ખેતીવાડી સંભાળીશ. અને એમની સાથે સમય પસાર કરીશ.”

યોગેશના માતા-પિતાનો આભાર કે એમણે મને દીકરો આપી દીધો: ઈશ્વરભાઈ
ઈશ્વરભાઈ ભીમાણીએ આગળ કહ્યું, ”દીકરાના નિધન બાદ અમને થયું કે પૌત્રને બધા જતાં રહેશે તો અમારું ઘર ખાલી થઈ જશે. જે સ્થિતિમાં અમે રહી નહીં શકીએ. પૌત્રો સાથે પહેલેથી જ લગાવ હતો. એ બંને તેમના મમ્મી-પપ્પા કરતાં અમારી પાસે વધુ રહેતા હતા.

આના માટે અમે પુત્ર દત્તક લઈને પુત્રવધૂના લગ્ન કરાવવાનું વિચાર્યું. પછી શાળાના આચાર્ય તથા અન્ય સંબંધીઓને પણ વાત કરી ત્યાં યોગેશ છાભૈયા સાથે મુલાકાત થઈ. યોગેશ મારા સચિન જેવો જ છે. યોગેશ કહે છે કે તમને કે મિત્તલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારા સપના હું પૂરા કરીશ.

ગામના મંદિરમાં લગ્ન થયા-
તેમણે ઉમેર્યું, ”બધુ નક્કી થયા પછી અમે દત્તક વિધી પૂરી કરી ત્યાર બાદ મિત્તલના પિયર ગંગાપરગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં ફૂલહારની વિધી કરી. સાથે જ હિન્દુ રીતિ રિવાજ મુજબ પુન:લગ્ન કરાવ્યા. બાદમાં યોગેશ અને મિત્તલને વરજડી લઈ આવ્યા.

મે હા પાડી એ સારું કર્યું: મિતલબેન
જ્યારે મિત્તલબેને જણાવ્યું હતું, ”સૌ પહેલા મારા સસરાએ આ પ્રસ્તાવ મૂક્યો. પહેલા તો મેં ના જ પાડી હતી કે આ શક્ય જ નથી. સૌથી પહેલા તો કોઈ આ રીતે આવવા તૈયાર જ ન હોય. પછી પપ્પા (ઇશ્વરભાઇ)એ કહ્યું કે એક છોકરો આ રીતે તૈયાર છે. તો મે તેમની ડિટેલ લેવા કહ્યું. અને યોગ્ય લાગે તો જોઈશું એવું કહ્યું.

ત્યાર બાદ યોગેશની માહિતી મેળવી તો બધાને સારું લાગ્યું. પછી મે હા પડી અને લગ્ન થયા. હવે લાગે છે કે મે હા પાડી એ સારું કર્યું. લગ્ન કર્યા પછી જીવન બદલાયું છે. એક આપણે એકલા હોઈએ અને બીજું કોઈનો સાથ હોય તો ફરક પડી જાય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *