પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, એક સાથે બંનેની અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… હજુ તો 6 મહિના પહેલા બંને…

પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, એક સાથે બંનેની અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… હજુ તો 6 મહિના પહેલા બંને…

ગુજરાતના નવસારી જિલ્લાના લીલીયા ગામમાંબનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગત રવિવારના રોજ અહીં સાંજના સમયે એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ બીજા દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સોમવારના રોજ સવારના સમયે એક સાથે બંનેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે બંને છ મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. વિગતવાર વાત કરીએ તો લીલીયા ગામમાં રહેતો 25 વર્ષીય ધવલ વિનોદભાઈ રાઠોડ નામનો વ્યક્તિ રવિવારના રોજ બપોરના સમયે પોતાના ખેતરમાં ગયો હતો. સાંજનો સમય થયા બાદ ધવલ ઘરે આવ્યો હતો આ દરમિયાન તેને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો.

જેના કારણે પરિવારના લોકો તેને તાત્કાલિક નજકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં ધવલની સારવાર શરૂ થાય તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. ધવલનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ આખી રાત ધવલના મૃત્યુની વાત તેની પત્ની પ્રિન્સિથી છુપાવીને રાખી હતી.

પરિવારના સભ્યોએ પ્રિન્સી ને એટલું જ કીધું હતું કે તેની તબિયત ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે બીજા દિવસે ધવલનું મૃતદેહ ઘરે આવ્યું ત્યારે પ્રિન્સીને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુના સમાચાર મળ્યા બાદ પત્નીએ રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ રૂમમાં જઈને જોયું ત્યારે પ્રિન્સીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યું હતું.

એક જ સાથે પતિ-પત્નીની અર્થી ઉઠતા પરિવારના સભ્યો સહિત આખું ગામ હિબકે ચડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે લગભગ બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા ધવલની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. ત્યારે ધવલની માતાએ પોતાની કિડની દીકરાને દાન આપી હતી જેનાથી ધવલનો જીવ બચી ગયો હતો. મૃત્યુ પામેલો ધવલ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

મળતી માહિતી અનુસાર ધવલ સાથે પ્રેમ સંબંધ હતો. ધવલ અને પ્રિન્સી એકબીજાને એટલી હદે પ્રેમ કરતા હતા કે, ભૂતકાળમાં ધવલની બંને કિડનીઓ ફેલ હોવા છતાં પણ પોતાના માતા પિતાની ઈચ્છા અને વિરુદ્ધમાં ધવલ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. એવામાં ગત રવિવારના રોજ આવી ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *