આ મોટી કંપનીઓ ની માલકીન છે મુકેશ અંબાણી ની બહેન, રહે છે લાઈમલાઈટની દુનિયાથી દૂર

આ મોટી કંપનીઓ ની માલકીન છે મુકેશ અંબાણી ની બહેન, રહે છે લાઈમલાઈટની દુનિયાથી દૂર

જ્યારે પણ દેશના મોટા ઉદ્યોગપતિની વાત થાય છે ત્યારે આ યાદીમાં મુકેશ અંબાણીનું નામ ચોક્કસપણે આવે છે. તેમની મહેનતના જોરે, તેઓએ રિલાયન્સ ઉદ્યોગને ખૂબ આગળ વધાર્યો છે. લોકો મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે લગભગ બધું જ જાણે છે, પરંતુ જ્યારે મુકેશ અંબાણીની બહેનની વાત આવે છે, ત્યારે લોકો તેમના વિશે બહુ ઓછા જાણે છે. તો ચાલો અમે તમને મુકેશ અંબાણીની બહેન વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ, જે કદાચ તમે હજી જાણતા ન હોવ.

ભાભીની છે પ્રિય
ખરેખર, આપણે જેમની વાત કરી રહ્યા છીએ તે છે નીના કોઠારી, જે મુકેશ અંબાણીની બહેન છે. નીના મીડિયાની સામે ભાગ્યે જ હોય ​​છે, જેના કારણે તેની તસવીરો અને વીડિયો ખૂબ ઓછા હોય છે. તે જ સમયે, તે તેની મોટી ભાભી નીતા અંબાણી ની પ્રિય છે. પરંતુ આનો અર્થ એ નથી કે તે તેની બીજી ભાભી ટીના અંબાણી સાથે બનતી નથી. નીના પણ ટીના અંબાણી સાથે સારા સંબંધો શેર કરે છે.

આમની સાથે કર્યા છે લગ્ન

જો આપણે નીના કોઠારીના લગ્નની વાત કરીએ, તો તેણી એચ.સી. કોઠારી ગ્રુપના અધ્યક્ષ એવા ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ હતી. જો કે, ભદ્રશ્યામ હવે આ દુનિયામાં નથી, કેમ કે કેન્સરને કારણે તેનું 2015 માં મૃત્યુ થયું હતું.

શું કામ કરે છે નીના કોઠારી

પતિ ભદ્રશ્યામ કોઠારીના અવસાન પછી નીના તેનો પરિવારનો બિઝનેસ સાંભળી રહી છે. હાલમાં તે કોઠારી સુગર મિલ્સની માલિક છે, જેના કારણે તેનું નામ અનેક શક્તિશાળી મહિલાઓની યાદીમાં આવે છે.

કેટલા છે બાળકો

નીના કોઠારીને એક પુત્રી નયનતારા અને પુત્ર અર્જુન કોઠારી છે. વર્ષ 2012 માં નયનતારાનાં લગ્ન થયાં હતાં, જ્યારે અર્જુને પણ વર્ષ 2019 માં લગ્ન કર્યાં હતાં.

મુકેશ અંબાણીએ આપી હતી પાર્ટી

મુકેશ અંબાણીએ તેની ભત્રીજી નયનતારાના લગ્ન પ્રી-વેડિંગ પાર્ટી એન્ટિલિયામાં તેમના ઘરે આપી હતી. કોઠારી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અર્જુન સુગર મિલ્સ, પેટ્રોલિયમ બિઝનેસ અને કેમિકલ બિઝનેસ સંભાળી રહ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *