મુકેશ અંબાણીએ ફેમિલી ની સાથે સિદ્ધિવિનાયક નાં દર્શન કર્યા, નાનો પૃથ્વી પણ ડેડી આકાશનાં ખંભા ઉપર આવ્યો નજર

મુકેશ અંબાણીએ ફેમિલી ની સાથે સિદ્ધિવિનાયક નાં દર્શન કર્યા, નાનો પૃથ્વી પણ ડેડી આકાશનાં ખંભા ઉપર આવ્યો નજર

ભારતના ધન કુબેરપતિ મુકેશ અંબાણી પોતાના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય કાઢીને પોતાના પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો અવસર છોડતા નથી. તે સિવાય તેમનો જમીન સાથે જોડાયેલો સ્વભાવ પણ અવારનવાર જોવા મળે છે, જ્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને વિનમ્રતાપુર્વક સર્વશક્તિમાન નાં આશીર્વાદ માંગે છે.

એકવાર ફરીથી મુકેશ અંબાણીએ સાબિત કરી દીધું છે કે તેઓ એક બેસ્ટ ફેમિલીમેન છે. કારણ કે તેમણે પોતાના પરિવારને કુશળતા માટે પૌત્ર પૃથ્વી અંબાણી, દીકરા આકાશ અંબાણી અને પ્રેગનેન્ટ વહુ શ્લોકા મહેતાની સાથે સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા હતા.

૧૦ મે, ૨૦૨૩નાં રોજ મુકેશ અંબાણી ને તેમના દીકરા આકાશ અંબાણી, વહુ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વીની સાથે સ્પોટ કરવામાં આવેલા હતા. આ બધા જ એક સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે ગયેલા હતા. નાના રાજકુમાર પૃથ્વીને પોતાના પિતાના ખભા ઉપર જોવામાં આવેલ અને તે ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. દર્શન માટે મુકેશ તથા આકાશ વ્હાઇટ ડ્રેસમાં નજર આવ્યા હતા અને શ્લોકા ને પ્રિન્ટેડ કો-ઓર્ડિન સેટમાં પોતાના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી જોવામાં આવેલ.

આ પહેલા ૫ મે, ૨૦૨૩નાં રોજ અંબાણી પરિવારના એક ફેન પેજ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વીને પોતાની બાહોમાં લઈને આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સાથે જોવા મળી રહ્યા હતા. આ વિડીયો ૪ મે, ૨૦૨૩નાં રોજ નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંગીત કાર્યક્રમ “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” ઇવેન્ટનો હતો.

આકાશ અને શ્લોકાનાં બેબી બોય પૃથ્વી આકાશ અંબાણી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ નાં રોજ બે વર્ષના થઈ ગયા છે. આ અવસર પર અંબાણી પરિવારે મુંબઈના જીઓ સેન્ટરમાં તેમના માટે એક ભવ્ય વિન્ટર વન્ડરલેન્ડ થીમ વાળી બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. થોડા સમય પહેલા આપણને પૃથ્વીના બીજા બર્થ-ડે પાર્ટી કેકની ઝલક જોવા મળી હતી, જેની ડિઝાઇન ફેમસ મોશીનો બ્રાન્ડ ઉપર બેઝ હતી.

અંબાણીના એક ફેન પેજ દ્વારા પૃથ્વીના જન્મદિવસની કેક શેર કરવામાં આવેલ હતી. જેમાં મોશીનો નાં ટેડી બિયરની સાથે એક ગ્રાન્ડ ફોર લેયર વ્હાઇટ કેક જોવામાં આવેલ હતી. તે સિવાય તેને પેસ્ટલ બોલ, ઉપહાર, દૂધની બોટલ અને ઘણી બધી ચીજો થી સજામાં આવેલી હતી.

મુકેશ અંબાણી પોતાના દીકરા આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા અંબાણી ની સાથે એક સુંદર બોંડિંગ શેર કરે છે. તેની ઝલક અવારનવાર આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોન્ચ ઇવેન્ટના બીજા દિવસે મુકેશ અંબાણી પ્રેગ્નન્ટ વહુ શ્લોકા ને ભીડથી બચાવતા નજર આવ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *