મહિનાનો પગાર માત્ર 30 હજાર છે પરંતુ ઘરમાં 30 લાખનું tv, 50 વિદેશી ડોગ, થાર ગાડી અને બીજી 10 લકઝરી ગાડીઓ…પોલીસના દરોડા પડતા…

મહિનાનો પગાર માત્ર 30 હજાર છે પરંતુ ઘરમાં 30 લાખનું tv, 50 વિદેશી ડોગ, થાર ગાડી અને બીજી 10 લકઝરી ગાડીઓ…પોલીસના દરોડા પડતા…

પોલીસ દ્વારા અવારનવાર દરોડા પડતા હોય છે ત્યારે હાલમાં જ મધ્યપ્રદેશમાં પોલીસે બરોડાની કામગીરી હાથ ધરી હતી અને આ કાર્યવાહીમાં બિલખીરીયા સ્થિત મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇન્ચાર્જ તરીકેની ફરજ બજાવનારી હેમા મીણા ના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવતા પોલીસ ચોકી ગઈ હતી. આપને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે હેમા મીણા નો માસિક પગાર માત્ર 30,000 રૂપિયા છે.

પગારના હિસાબે તેમને 232 ટકા કરતાં પણ વધુ સંપત્તિ મેળવી હતી હેમા મીણા ના પિતા 40 રૂમના બંગલામાં રહે છે અને તેની કિંમત 1 કરોડથી પણ વધારે હોવાનું આંકવામાં આવી રહ્યું છે આ સિવાય તેમની વધુ સંપત્તિની જો વાત કરીએ તો તેના ફાર્મ હાઉસ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે અને તેમાં પણ જાહો જલાલી નો કોઈ પાર નથી. કેમ કે તેમાં 50થી વધુ પણ શ્વાન રહેલા છે તેની સાથે સાથે 20,000 ચોરસ ફુટમાં કર્મચારીઓ સાથે વાત કરવા માટે વોકીટોકીની પણ સુવિધા પૂરી પાડવામાં આવી છે વધુ દરોડા પાડતા તેના બંગલામાંથી 60 70 જેટલી ગાયો પણ મળી આવી હતી.

તેની સાથે સાથે અનેકવિધ નવા નવા મશીનો પણ મળી આવ્યા હતા. જો બંગલાની અંદરની વસ્તુઓની વાત કરીએ તો તે બંગલો લક્ઝરી વસ્તુઓથી ભરેલો હતો. તેમાં મહેન્દ્રા ઠાર જેવા 10 મોંઘા વાહનો હતા. તેની સાથે સાથે બે ટ્રક અને એક ટેન્કર મળી આવ્યું હતું.

આ સાથે 30 લાખની મોંઘી કિંમતનું ટીવી પણ જપ્ત થયો હતો તેવામાં આ સંપત્તિ મળતા પોલીસે વધુ તપાસ દરમિયાન 2011 થી લઈને અત્યાર સુધીના આવકની તપાસ કરી રહી છે આ સાથે સાથે હેમા મીણા ને રૂમમાં બેસાડીને તેની સાથે વધુ પૂછપરછ હાથ ધરી હતી અને આ સંપત્તિ ક્યાંથી આવ્યો હોવાનું પોલીસ શોધખોળ કરી રહી છે તેની સાથે તેનો મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

વધુમાં આપને જણાવીએ તો જ્યારે પોલીસ દરોડા પાડવા પહોંચી ત્યારે તેની બંગલા પાસે ઉભેલા ગાડ એ એવું જણાવ્યું કે અમે પશુપાલક વિભાગના અધિકારીઓ છીએ આવું કહીને ગાડે તેમને રોક્યા હતા. હેમા મીણા ને આ નોકરી 13 વર્ષ પહેલા લાગી હતી અને જો 13 વર્ષથી પગાર ની ગણતરી કરીએ તો આ પગાર અંદાજિત 18 લાખ રૂપિયા હોવો જોઈએ પરંતુ હેમામીણા આ પગારથી પણ વધારે સંપત્તિ ધરાવે છે આથી પોલીસ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી રહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *