ખજુરભાઈએ ગુજરાતમાં જ નહિ પરંતુ કેદારનાથમાં પણ વરસાવ્યો સેવાનો ધોધ… મૂંગા પ્રાણીના જીવ માટે કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ કરશો વાહ વાહ…

ખજુરભાઈએ ગુજરાતમાં જ નહિ પરંતુ કેદારનાથમાં પણ વરસાવ્યો સેવાનો ધોધ… મૂંગા પ્રાણીના જીવ માટે કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ કરશો વાહ વાહ…

ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની આજે દરેક ગુજરાતીઓના દિલમાં ખૂબ લોક ચાહના મેળવી છે. નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિના દિલમાં તેને અનોખું સ્થાન મેળવ્યું છે. ખજૂર ભાઈને આજે આખો દેશ ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.

ભાઈએ કરેલી સેવા નો પ્રવાહ આજે પણ સતત વહી રહ્યો છે ને કેટલાય લોકોના દિલમાં ગરીબોના મસિહા તરીકેની છાપ છોડી છે. લાખો લોકોને નવું જીવન આપ્યું છે ખજૂર ભાઈ ની સાથે દરેક લોકોનો પ્રેમ સાથ અને સહકાર અને રૂડા આશીર્વાદ હંમેશા સાથે રહ્યા છે.

આપ સૌ લોકો જાણતા જ હશો કે કેદારનાથના દ્વાર 25 એપ્રિલથી ભક્તો માટે ખુલ્લા મૂક્યા છે ત્યારે ખજૂર ભાઈ ભોલેનાથના આશીર્વાદ લેવા માટે કેદારનાથ પહોંચી ગયા છે. ત્યાંથી તેમને વિડિયો અને કેટલીક તસવીરો પણ શેર કરી હતી જે હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

ખજૂર ભાઈ ગુજરાતમાં તો સેવાના કાર્ય કરે જ છે પણ તેમને કેદારનાથમાં પણ સેવાના ખૂબ સારા કાર્ય કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થયેલા એક વીડિયોમાં ખજૂર ભાઈ મુંગા પ્રાણી ખચ્ચરને ગોળ અને ચણા ખવડાવી રહ્યા છે અને આ વીડિયોમાં તેમના ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને લોકો કહી રહ્યા છે એક જ દિલ છે. કેટલી વાર જીતશો ખજૂર ભાઈ અને લોકોએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે. બાકીના વિડીયો અને તસવીરોમાં નીતિનભાઈ તેમના ભાઈ સાથે કેદારનાથ ધામના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કેદારનાથ મંદિરની બહાર ખજૂર ભાઈ અને તેમની ટીમ સાથે ખૂબ જ સરસ ફોટોગ્રાફી પણ કરતા જોવા મળી રહ્યા છે.

જાની ઉર્ફે ખજૂર ભાઈ સેવાના કાર્યોની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ જ આસ્થા ધરાવે છે. માણસો ઉપરાંત તે અબોલા જીવને પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે પણ કંઈક ખાસ કરતા રહે છે જોર ભાઈ નો આ ભાવ જ લોકોને તેમના તરફ આકર્ષે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *