ઈશા અંબાણી મેટ ગાલામાં બ્લેક સાડીના લુકમાં અભિનેત્રીઓ ને પણ પાછળ મૂકી દીધા,ગ્લેમરસ સ્ટાઈલમાં મારી એન્ટ્રી…

હોલીવુડ અને બોલિવૂડ સેલેબ્સે વિશ્વની સૌથી પ્રખ્યાત ફેશન ઈવેન્ટ મેટ ગાલામાં તેમના દેખાવથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. માત્ર અભિનેત્રીઓ જ નહીં પરંતુ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું નામ પણ મેટ ગાલામાં ફેશન સ્ટનર્સની યાદીમાં સામેલ છે.
ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં હાજરી આપી હતી. ઈશા અંબાણીના સ્ટનિંગ લુકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઈશા ઘણા વર્ષોથી મેટ ગાલાનો ભાગ છે.
મેટ ગાલામાં ઈશા અંબાણી :
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ આ વર્ષે નેપાળી-અમેરિકન ડિઝાઈનર પ્રબલ ગુરુંગનો બ્લેક સાટીન સાડી ગાઉન ડ્રેસ પહેર્યો હતો. ઈશા અંબાણીના આ ડિઝાઈનર ગ્લેમરસ ક્રેપ આઉટફિટને હજારો ક્રિસ્ટલ અને મોતીથી શણગારવામાં આવ્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલામાં હાજરી આપી હોય. અગાઉ વર્ષ 2019 મેટ ગાલામાં ઈશા અંબાણીએ ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઈન કરેલો પ્રિન્સેસ ગાઉન પહેર્યો હતો.
જેની સાથે ઈશાએ એક્સક્લુઝિવ ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. ઈશાને હીરા ખૂબ જ પસંદ છે, તેથી જ તે મોટા ઈવેન્ટ્સમાં ડાયમંડ સેટમાં જોવા મળે છે. ડિઝાઈનર પ્રબલ ગુરુંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈશાનો ડ્રેસ બનાવવામાં 350 કલાકથી વધુ સમય લાગ્યો હતો.