જન્મદિવસ પર પ્રેમિકાને ખેતરની ઓરડીમાં કેક કાપવા બોલાવી…પછી પ્રેમિકાની હત્યા કરીને પ્રેમી

ગુજરાતમાં અવારનવાર હત્યા અને આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર કોઈ અંગત કારણોસર તો ઘણીવાર કોઈ ઝઘડાને કારણોસર હત્યા થતી હોય છે. તો ઘણીવાર એકબીજા સાથે કરવામાં આવેલો પ્રેમ જ મૃત્યુનું કારણ બની જતી હોય છે. આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે આ ઘટના ખરેખર કાળજુ કંપાવનારી હતી. આ ઘટનાની જો વાત કરીએ તો આજથી દોઢ મહિના પહેલા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા નાની રાફુદડ ગામ એક યુવતીની શંકાસ્પદ લાશ મળી હતી.
ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. તેમાં સામે આવ્યો કે યુવતી ની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આ વાત સાંભળીને સૌ લોકો ચોકી ગયા હતા. આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો જામનગરના ચેલા ગામમાં રહેતા મનસુખભાઈ કણજારીયા ની દીકરી અર્ચના અને લાલપુર તાલુકાના નાની રાકોદલ ગામે રહેતા ભાવેશ સોનગરા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. દેવામાં પ્રેમિકાનો પાંચ એપ્રિલના રોજ જન્મ દિવસ હતો. તેથી જન્મદિવસની ઉજવણી માટે તેણે રાકોદળ ગામની વાડીએ આવવા જણાવ્યું હતું.
તેવામાં કોઈ કારણો અનુસાર બંને વચ્ચે જન્મ દિવસની ઉજવણીમાં લગ્ન બાબતે માથાકૂટ થઈ હતી. તેવામાં આ માથાકૂટમાં ભાવેશને ગુસ્સો આવતા અર્ચનાના ગળાના ભાગે તીક્ષણ હથિયાર અને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે વધુ તપાસ કરતા આ આરોપી પોલીસના સકંજમાં આવી ગયો હતો.
આરોપી પોતાની સુરક્ષા માટે ખંભાળિયાના પીરલાખાસ ગામે છુપાયો હતો પરંતુ પોલીસની વધુ તપાસથી તે બચી શક્યો ન હતો તેથી અંતે તેણે પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી પરિવારજનો માથે આભ ફાટી પડ્યું હતું.