અમદાવાદની કપાતર દીકરીએ માં-બાપને ક્યાયના ન રાખ્યા, આ રીતે દગો આપી 30 લાખનું ઘર પડાવી માર મારીને કાઢી મૂક્યાં

અમદાવાદની કપાતર દીકરીએ માં-બાપને ક્યાયના ન રાખ્યા, આ રીતે દગો આપી 30 લાખનું ઘર પડાવી માર મારીને કાઢી મૂક્યાં

જો વાત કરવામાં આવે તો આજના જમાનામાં સ્ત્રી શસક્તિકરણની અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે અને એવુ પણ કહેવામાં આવે છે કે, દિકરા કરતા દિકરીઓ માતા-પિતાની વધુ સારી રીતે સેવા કરતી હોય છે પરંતુ અમદાવાદ (Ahmedabad news)માં એક ચકચારી ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. અમદાવાદ (Ahmedabad) શહેરના આંબાવાડી (Ambawadi) ખાતે GST વિભાગમાં ફરજ બજાવી રહેલી પ્રિયા નામ્બિયાર સામે તેમના જ માતા-પિતા અને બહેન ઘર વહેંચી પૈસા પડાવી લેવાની અને માર મારી ઘરની બહાર કાઢી મુકવાની ફરિયાદ કરી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા ગોપાલન નામ્બિયાર અને તેમના પત્નીએ તેમની દિકરી પ્રિયા નામ્બિયાર સામે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, પ્રિયાને થોડા વખતથી તેમના પતિ સાથે અણબનાવ હોવાને કારણે તે પોતાની દિકરી સાથે એકલી રહેતી હતી જેથી અમને અમારા ઘરેથી તેમના ઘરે રહેવા બોલાવ્યા હતા.

પ્રિયા નામ્બિયારની બહેન અને માતા-પિતા
આ દરમિયાન પ્રિયાએ પોતાના માતા-પિતાનું ઘર 30 લાખથી વધુની રકમમાં વહેંચી માર્યું હતુ. જેમાંથી અમને 25 લાખનું મકાન લઇ આપ્યુ હતુ અને બાકીના 9 લાખ રૂપિયા હજુ સુધી આપ્યા નથી. સાથે સાથે પિતાની FDમાં રહેલ 6 લાખ રૂપિયા પણ લઈ લિધા હતા. પિતાના મતે દિકરી પર ભરોસો હોવાથી બેંકોમાં પ્રિયાના જ નંબર આપેલા હતા. જેથી તેણે આવુ પગલુ ભરી વિશ્વાસઘાત કર્યો. માતા-પિતાને પોતાના ઘરે બોલાવ્યા પછી અચાનક એક રાત્રે માર મારી ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના અંગે વાત કરતા કરતા પ્રિયા નામ્બિયારના માતા-પિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે સમગ્ર ઘટનાને લઇ તેઓ છેલ્લા ઘણા દિવસથી કૃષ્ણનગરની આધેશ્વર પોલીસ ચોકીના ચક્કર કાપી રહ્યાં છે. પરંતુ અરજી આપ્યા પછી પણ હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવી રહી અને એવુ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, અમે તમારા પૈસા પરત કરાવી શકીએ નહીં.

પ્રિયા નામ્બિયારની બહેન સ્મિતા જણાવતા કહે છે કે, પતિ સાથે અણબનાવ ચાલતો હોવાને કારણે પ્રિયા અઢી મહિના જેટલો સમય તેમના ઘરે દિકરી સાથે રહી હતી. આ દરમિયાન સ્મિતાએ પોતાના સંતાનની ફી ભરવા માટે રાખેલો કોરો ચેક અને સોનાના દાગીનાની ચોરી પ્રિયા દ્વારા કરવામાં આવી હતી. જેની જાણ બેંકમાંથી ચેક બાઉન્સનો ફોન આવતા સ્મિતાને થઇ હતી. બેંકમાંથી ફોન આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો કે, પ્રિયાએ કોરા ચેકમાં 5 લાખની રકમ લખી બેંકમાં આપ્યો હતો જેની ફરિયાદ સ્મિતા દ્વારા સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે. તેમ છતા પણ કોઇ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, GST વિભાગમાં ફરજ બજાવતા અધિકારી પ્રિયા નામ્બિયાર સામેના માતા-પિતા અને બહેનના આક્ષેપો ખુબ જ ગંભીર છે. અહિયાં સવાલ એ પણ થઇ રહ્યા છે કે, તમામ પુરાવાઓ પોલીસને આપવા છતા પણ પોલીસ દ્વારા શા માટે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. શું GST વિભાગમાં અધિકારી હોવાના લીધે પોલીસ કાર્યવાહી નથી કરી રહી ? આ મામલે પ્રિયા નામ્બિયારનો સંપર્ક કરવા પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રિયા નામ્બિયારે ફોન કોલ કે મેસેજના કોઇ જવાબ આપ્યા નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *