પાટણમાં ચાર દિવસથી પાણી ન આવતા ખોદકામ કર્યું તો નીકળ્યા યુવતીના ટુકડે-ટુકડા…ઘટના સાંભળીને ધ્રુજી જશો

ગુજરાતમાંથી અવારનવાર શંકાસ્પદ લાશ મળતી હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતના પાટણ શહેરમાંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. કે જેમાં પાટણના સિદ્ધપુરમાં ઉપલી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માંથી એક યુવતી ની લાશ મળી આવતા સૌ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જો વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી પાણી નું અટકાવ થતો હતો.
તેને કારણે જ ગ્રામ વાસીઓએ નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ કરવાનું જણાવ્યું હતું તેથી જ તેણે ખોદકામ કર્યું હતું. પરંતુ આ ખોદકામ દરમિયાન નગરપાલિકાના મજૂરો દ્વારા કઈ એવું સામે આવ્યું કે તે સૌ લોકો ચોકી ગયા કારણ કે તે પાઇપલાઇન માંથી એક યુવતીના ટુકડા કરેલી લાશ જોવા મળી હતી. તેને લઈને ગામવાસીઓમાં ચકચાર જોવા પામી છે. આ લાશ જોતા ની સાથે જ ગ્રામવાસીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી ત્યારબાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ શંકાસ્પદ ગ્લાસની વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારે પોલીસ પણ આ લાશ ને જોતા ખૂબ જ ચોકી ગઈ હતી કારણ કે આ લાશ ક્યાંથી આવી અને આ યુવતી કોણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. સિધ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકર જણાવતા કહે છે કે થોડા સમય પહેલા જ પાણીના આવવાની ફરિયાદ આવતા અમે પાઇપલાઇનની તપાસ કરવા માટે મહાનગરપાલિકાના લોકોને મોકલ્યા હતા. ત્યારે તેનું ખોદકામ કરતાં આ શંકાસ્પદ લાશ મળી હતી. આ લાશ અંદર ફસાવવાને કારણે પાણી નો અટકાવ થતો હતો પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ખરેખર આ હત્યા શેના કારણોસર થઈ છે અને આ ઘટનાનો હત્યારો કોણ છે?