અમદાવાદમાં યુવકે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું… મરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે, ‘મારા મરવા પાછળ આ…’

અમદાવાદમાં યુવકે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું… મરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે, ‘મારા મરવા પાછળ આ…’

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાત રાજ્યના અમદાવાદ(Ahmedabad) શહેરમાંથી સામે આવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે સુસાઈડની(Suicide) ઘટનાઓમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે ફરી એક સુસાઈડની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા ગીતાબેન પટેલ કે જેવો ખાદી ગ્રામ ઉદ્યોગમાં નોકરી કરી ગુજરાત ચલાવી રહ્યા છે.

જેઓના પતિ સાથે મનમેળ ના આવવાના કારણે તેમના પતિથી જુદા રહેતા હતા અને છૂટાછેડા લીધેલા હતા. આ દરમિયાન તેમના ભાઈ રમેશભાઈ અને તેમની પત્નીનું મોત થતા રમેશભાઈ ના પુત્ર અને પુત્રીને પોતાની ફઈ ગીતાબેન તેમની પાસે લાવીને ઉછેર કર્યો હતો. ગીતાબેનના ભાઈ રમેશભાઈનો પુત્ર રોહિત ઉર્ફે રાહુલ દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બચાવી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર નવા વાડજ ખાતે રહેતા ગીતાબેન નો ભત્રીજો રોહિત ઉર્ફે રાહુલ દવાખાને નોકરી કરવા માટે ગયો હતો. પરંતુ દવાખાને ન પહોંચવાને કારણે ગીતાબેન અને તેના સગા સંબંધીઓ દ્વારા અન્ય જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેની કંઈ જ જાણકારી ન મળવાને કારણે ગીતાબેન નવા વાડજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.

ગીતાબેન તેમજ અન્ય સંબંધીઓ રોહિત ની શોધખોળ કરી રહ્યા હતા, આ દરમિયાન ગીતાબેનના ભત્રીજા નું બાઈક કડી તાલુકાના રંગપુરડા નર્મદા કેનાલ નજીક મળી આવ્યું હતું. મહત્વનું છે કે કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલ નજીકથી રોહિતનું બાઈક મળી આવતા સમાચાર મળતા ગીતાબેન સહિત પરિવારજનો નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા.

જ્યાં રોહિત ની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો ન હતો. રોહિત નો મૃતદેહ કડી તાલુકાના ખાવડ મુખ્ય નર્મદા કેનાલ માંથી મળી આવી હતી. રોહિત નો મૃતદેહ ખાવડ નજીક પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. બાવલુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને બાવલુ પોલીસ દોડી આવી હતી. રોહિતના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને રોહિત પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ માં લખવામાં આવ્યું હતું કે, મારા મરવા પાછળ આ છ વ્યક્તિ જવાબદાર છે. માયા પાટીદાર, પ્રિયા પાટીદાર, નિતીન કનોજીયા, યજ્ઞેશ કનોજીયા, મિહિર ચૌહાણ, જીયા ચૌહાણ આ લોકો મને સોસાયટીની બહાર ટોર્ચર અને મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકોએ મારી પર ખોટો કેસ કર્યો હતો, આમાં મારી ફેમિલી કે મારા ફ્રેન્ડ નું કંઈ જ વાંક નથી. આ બધી વસ્તુ સુસાઇડ નોટ માં ઉલ્લેખ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *