AI એ બનાવી જેઠાલાલ, દયાબેન થી લઈને ચંપક ચાચા ની યંગ વર્ઝન ની તસ્વીરો, તસ્વીરો જોઈને મજા આવી જશે એની ગેરેન્ટી છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એક એવો કોમેડી શો છે, જે અત્યાર સુધી સૌથી લાંબો ચાલવા વાળો કોમેડી શો છે. તમને જણાવી દઈએ કે આ શો ૨૮ જુલાઈ, ૨૦૦૮નાં રોજ શરૂ થયો હતો. આ શો ના પ્રોડ્યુસર નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ શોનાં ૩૭૦૦ થી પણ વધારે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે આ શો જ્યારે શરૂઆતમાં ટીવી ઉપર પ્રસારિત કરવામાં આવવાનો હતો, ત્યારે આ શો ને પ્રસારિત કરવાથી ઇન્કાર કરી દેવામાં આવેલ હતો. પરંતુ આજે પણ આ શો નાં ઘણા કિરદાર જેમ કે જેઠાલાલ, દયાબેન, ચંપકલાલ વગેરે એ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શો સૌથી વધારે મનપસંદ હોવાને લીધે અત્યાર સુધી સૌથી વધારે લાંબો ચાલતો કોમેડી શો બની ગયો છે.
હાલનાં સમયમાં સોશિયલ મીડિયા ઉપર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ) દ્વારા બનાવવામાં આવતી ઘણી તસ્વીરો જોવા મળી આવે છે. જેમાં AI દ્વારા કલ્પના શક્તિનો ઉપયોગ કરીને અલગ અલગ સેલિબ્રિટીઓની તસ્વીરો બનાવવામાં આવતી હોય છે. એવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકારો ની તસ્વીરો પણ AI ની મદદ થી બનાવવામાં આવેલ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાલના સમયમાં ખુબ જ પોપ્યુલર થઈ રહેલ છે. તેવામાં ડિજિટલ ક્રિએટર અબુ સાહિદ દ્વારા પોપ્યુલર કોમેડી ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં ફેમસ કેરેક્ટર જેઠાલાલ, દયાબેન થી લઈને ચંપકલાલ સુધીના યંગ એજ ની તસ્વીરો ક્રિએટ કરેલ છે. તો તમે પણ પોતાના મનપસંદ કેરેક્ટર ની AI વર્ઝન વાળી તસ્વીરો જોઈ લો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ જેઠાલાલની આ તસ્વીરમાં જેઠાલાલનું રૂપ ખુબ જ મનમોહક અને કોમળ દેખાઈ રહ્યું છે. જેઠાલાલ પોતાની યુવાનીમાં કેવા દેખાતા હશે, તે તમે આ તસ્વીર ઉપરથી અંદાજો લગાવી શકો છો.
દયાબેનનાં બાળપણની બનાવવામાં આવેલી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તસ્વીર માં દયાબેન ખુબ જ ક્યુટ દેખાઈ રહ્યા છે. દયાબેન પોતે પણ આ તસ્વીર જોઈને જરૂરથી ચોંકી ગયા હશે.
ચંપકલાલ ગડા એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જેઠાલાલના પિતા નું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ઝન ખુબ જ સુંદર દેખાઈ રહેલ છે. બાપુજી આ તસ્વીરમાં ક્યુટ સ્માઈલ કરતા નજર આવી રહ્યા છે. તેમના ચહેરા ઉપર ચશ્મા અને માથા ઉપર ટોપી જોવા મળી રહી છે.
હાલના સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં નટુ કાકા નું પાત્ર ભજવી રહેલા ઘનશ્યામ નાયક તો હવે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલી નટુકાકા ની યુવાની ની તસ્વીરમાં તેમનું રૂપ પણ મનમોહક જોવા મળી રહ્યું છે. આ તસ્વીરમાં તેમના ચહેરા પર હળવી સ્માઈલ જોવા મળી રહી છે.
તારક મહેતા સિરિયલમાં સૌથી નટખટ પાત્ર ટપુનું બતાવવામાં આવેલ છે. ટપુ હંમેશા પોતાની મસ્તીથી લોકોનું મનોરંજન કરતો હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ ટપુ નાં યંગ વર્ઝનની આ તસ્વીરમાં તે ખુબ જ હેન્ડસમ દેખાઈ રહેલ છે. ચહેરા પર એક ક્યુટ સ્માઈલ જોવા મળી રહી છે.
જેઠાલાલની દુકાનમાં કામ કરતા બાઘા નું પાત્ર સીરીયલમાં ખુબ જ મનોરંજન છે. બાઘો પોતાની ભુલોને લીધે જેઠાલાલને અવારનવાર પરેશાન કરતો રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલી બાઘા નાં યંગ વર્ઝનની આ તસ્વીરમાં પણ તેના હાવભાવમાં જરા પણ ફરક દેખાતો નથી. લોકો આ બધી તસ્વીરોને જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
અંતમાં સીરીયલમાં બાઘા ની પ્રેમિકાના રૂપમાં દર્શાવવામાં આવેલ બાવરીનું યંગ વર્ઝન પણ ખુબ જ મનમોહક દેખાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ બાવરી નાં યંગ વર્ઝનની તસ્વીરમાં તેના ચહેરા પર ક્યુટ સ્માઈલ જોવા મળી રહી છે તથા આ તસ્વીરમાં તે ખુબ જ ગોળમટોળ દેખાઈ રહી છે.