ફેરીયા પાસેથી લાવેલા કેરીના બોક્સની અંદરથી મળ્યું એવું કે ટકનો રોટલો રળતો પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો..! હોશ ઉડાડતી ઘટના..!

કહેવાય છે કે જો ભગવાનમાં સાચી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તેમજ સાચી નીતિ અને દાનતથી કામકાજ કરવામાં આવે તો ભગવાન એક દિવસ જરૂર પ્રગતિ કરવામાં મદદરૂપ બને છે, અત્યારે કયો વ્યક્તિ નસીબ અને સંજોગો અને સાથે લઈને કરોડપતિ બની જાય તેનું નક્કી થતું નથી..
અત્યારે ટકનો રોટલો રળીને ખાતો એક પરિવાર રાતોરાતો કરોડપતિ બની જતા આસપાસના વિસ્તારમાં સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, આ ઘટના સંતરામ ગ્રુપમાં સોસાયટીની છે. આ સોસાયટીમાં રાજેશચંદ્રભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. રાજેશચંદ્રભાઈ એક કન્સ્ટ્રક્શન સાઇટમાં દેખભાળ કરવાનું કામકાજ કરે છે..
જ્યારે તેમનો નાનો દીકરો શાળાનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે નાનકડી દીકરી નર્સરીનો અભ્યાસ કરે છે. રાજેશચન્દ્રભાઈની પત્ની ચંદ્રિકાબેન ઘરે કામ કરીને જીવન ગુજારે છે, બંને બાળકો અને ચંદ્રિકાબેન એક દિવસ રાજેશચંદ્ર ભાઈને જણાવ્યું કે, તેમને કેરી ખાવાની ઈચ્છા થઈ છે, બીજે દિવસે બપોરના સમયે ઘરે પરત આવતી વખતે રાજેશચંદ્રભાઈ રસ્તા પર ઉભેલા પાસેથી કેરીના કુલ પાંચ બોક્સ ઘરે લઈ આવ્યા હતા..
આ પાંચ બોક્સને ઘરે લાવ્યા બાદ એક પછી એક બોક્સની ખોલીને અંદરથી કેરીને બહાર કાઢવામાં આવી રહી હતી, એ વખતે બોક્સની અંદરથી રાજેન્દ્રભાઈની પત્ની ચંદ્રિકાબેનને એવી ચીજ વસ્તુ મળી હતી કે, પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આવી હોશ ઉડાવતી ઘટનાને લઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા..
હકીકતમાં જ્યારે તેઓ પેટી ખોલીને કેરીને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે બોક્સની અંદર રહેલા ઘાસ માંથી એક અતિશય કિંમતની અંગૂઠી મળી આવી હતી. આ અંગૂઠી ઉપર રંગબેરંગી ઈમ્પોર્ટેડ કલરના હીરાઓ જડેલા હતા. અંગૂઠીનું વજન એટલું બધું વધારે હતું કે, તેનો ઘાટ જોતાની સાથે ચંદ્રિકાબેન સમજી ગયા હતા કે, નક્કી કરોડોની કિંમતની હશે..
ખૂબ જ સારું મકાન લેશે, તેમજ તેમના દીકરાને પણ ખૂબ જ સારી શાળામાં ભણાવશે. જ્યારે આ ઘટના વિશે તેઓએ તેમના પતિ રાજેશચંદ્રભાઈને જણાવ્યું ત્યારે એ ઘડી તો તેમના પણ મોતિયા મરી ગયા હતા. તેણે વિચાર્યું કે, આ અનમોલ અંગૂઠી કોની હશે.? આપણે એ વ્યક્તિને પરત આપવી જોઈએ કારણ કે, એટલી બધી વધારે કિંમતની અંગૂઠી ખોવાઈ જવાને કારણે આ અંગૂઠીનું અસલી માલિક ખૂબ જ દુઃખી હશે..
આપણે કોઈ પણ વ્યક્તિની મહેનતથી કમાયેલી ચીજ વસ્તુઓને અપનાવી લેવી જોઈએ નહીં, તેઓ તરત જ સૌપ્રથમ નજીકની સોની બજારમાં પહોંચી અને ત્યાં અંગૂઠીની પરખ ધરાવતા જ ખબર પડી કે, આ અંગૂઠીની અસલી કિંમત 1.5 કરોડ રૂપિયા છે. અને આ અંગૂઠી કોઈ સામાન્ય અંગૂઠી નથી..
પરંતુ તેની ડિમાન્ડ દેશ વિદેશમાં ખૂબ જ વધારે છે, તે બધા અંગૂઠીને લઈને નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા કે, તેમને કેરીના બોક્ષની અંદરથી આ અંગૂઠી મળી આવી છે, આ બોક્સને વેચનાર ફેરીયાઓની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, તે લીનાપુર ગામના એક ખેડૂત પાસેથી કેરીની સપ્લાય મેળવી રહ્યો છે..
એ પછી એક કડી જોડતી પોલીસને અંતે અંગૂઠીના અસલી માલિક મળી ગયો હતો, હકીકતમાં ફળોનો ખૂબ જ મોટો વેપારી આ અંગૂઠીનો માલિક હતો. ફળનું વિતરણ કરતી વખતે હાથની આંગળીઓમાંથી આ અંગૂઠી સરકીને કેરીની પેટીમાં ચાલી ગઈ હતી, તે આ બાબતને લઈને અજાણ હતો..
પરંતુ જ્યારે તેને અંગુઠી પરત મળી ગઈ ત્યારે તે ખૂબ જ ખુશ થયો હતો, અને રાજેશચંદ્ર ઇનામ રૂપે દોઢ લાખ રૂપિયા પણ આપ્યા હતા. રાજેશચંદ્રએ જણાવ્યું કે, તેઓ પહેલેથી જ એટલા ઈમાનદાર છે, તેઓએ ક્યારેય પણ કોઈ વ્યક્તિ સાથે અન્યાય કર્યો નથી. જે વ્યક્તિ હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલે છે, તેમને ભગવાન એક દિવસ જરૂર સારી સુખ સગવડ અને ધન સંપત્તિ આપે છે