તેરમી વિધિમાં મરેલો 6 બહેનોનો લાડકો ભાઈ જીવતો થઈને ચાલવા લાગતા ઉભેલા લોકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા, ભલભલાના ડોળા ફાટી ગયા..!

પરિવારની દરેક જવાબદારી પરિવારના મોભીના ખભા ઉપર આવેલી હોય છે, પરંતુ જો પરિવારના મોભીને જ કોઈ મુશ્કેલી આવી પડે તો સમગ્ર પરિવાર પણ ભાંગી પડતો હોય છે. અત્યારે એક વિધવા માતાનો એકનો એક દીકરો પૈસા કમાઈને ઘર સંસાર ચલાવી રહ્યો હતો. તેની બધી જ બહેનોની જવાબદારી પણ આ ભાઈના ખભા ઉપર હતી..
પરંતુ એ ભાઈનું જ મૃત્યુ થઈ જતા ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો હતો, આ બનાવ ચંદ્રિકા પૂરનો છે. અહીં રઘુનાથ ભાઈનો પરિવાર વસવાટ કરે છે, રઘુનાથભાઈનું આજથી પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેમની પત્ની લીલાબેન તેમજ તેમનો એકનો એક દીકરો કમલેશ તેમજ તેની છ દીકરીઓ એક જ ઘરની અંદર વસવાટ કરી રહ્યા છે..
કમલેશ ઘરનો મોટો દીકરો છે, જ્યારે તેની છ બહેનો તેનાથી નાની છે. આ છ બહેનો માંથી મોટી બે બહેનોના લગ્ન ટૂંક સમયની અંદર જ નક્કી કરવાના હતા, આ છ બેનનો લાડકો ભાઈ કમલેશ એક ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરીને ઘરનું પાલનપોષણ કરી રહ્યો હતો. એક દિવસ સવારના સમયે અચાનક જ પોલીસનો કાફલો લીલાબેનના ઘર સુધી પહોંચી આવ્યો..
અને કહ્યું કે, તમારો દીકરો મૃત્યુ પામ્યો છે અને તેની લાશ નદીના ઘરનાળા પાસેથી મળી આવી છે. આ સમાચાર સાંભળતા જ લીલાબેનને એક ધ્રાસકો લાગ્યો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, જ્યારે છ બહેનોમાં પણ રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો. છ એ છ બહેનોનો લાડકો ભાઈ કમલેશ મરી ગયો છે..
આ સમાચાર જ્યારે સમગ્ર ગામમાં ફેલાયા ત્યારે ભલભલાના હોશ ઉડી ગયા હતા અને સૌ કોઈ લોકો ચોધારા આંસુએ રડવા લાગ્યા હતા. કારણ કે કમલેશના ખભા ઉપર તેની છ બહેનોની સાથે સાથે તેની વિધવા માતાની પણ ઘણી બધી જવાબદારીઓ હતી. આ તમામ જવાબદારીઓ પડતી મૂકીને કમલેશનો જીવ ચાલ્યો ગયો હતો..
એ સાંભળીને સૌ કોઈ લોકોને દુઃખ થયું હતું તેનું મૃત્યુ કેવી રીતે થયું છે, તેની જાણકારી પોલીસ મેળવી રહી હતી. અને આ કામગીરીમાં ઘણા બધા દિવસો ચાલ્યા ગયા એ વખતે કમલેશની 13મી વિધિ ચાલી રહી હતી. કમલેશના મૃત્યુના 13માં દિવસે થતી આ વિધિની અંદર છ એ બહેનોની સાથે સાથે કમલેશની વિધવા માતા લીલાબેન પણ હાજરી આપી હતી..
સૌ કોઈ લોકોના ચહેરા ખૂબ જ ઉદાસ દેખાતા હતા અને એ વખતે એવી ઘટના બની ગઈ કે, ત્યાં ઉભેલા લોકોના તો ટાંટિયા ધ્રુજી ગયા હતા. જ્યારે ગામ લોકો પણ ડોળા ફાડી ગયા હતા, જ્યારે કમલેશના મૃત્યુની 13મી વિધિ ચાલતી હતી. ત્યારે અચાનક જ કમલેશ ત્યાંથી ચાલતો ચાલતો તેના ઘરે આવ્યો હતો..
આ દ્રશ્યને જોઈને ત્યાં ઉભેલા લોકોને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું અને તેમના મગજ પણ સમસમી ઉઠ્યા હતા કે, આખરે આ કેવી રીતે શક્ય બને છે. જે યુવકની 13મી વિધિ ચાલી રહી છે, તે જીવતો થઈને તેમની સામે ચાલતો આવતા જોઈ ભલભલાના કાળજા ધ્રુજવા લાગ્યા હતા, સૌ કોઈ લોકો કમલેશને પૂછવા લાગ્યા કે, તું હજુ પણ જીવે છે..
તો અમે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા છે, તે કોણ છે વગેરેની માહિતી તે મેળવતો હતો. એ વખતે કમલેશે જણાવ્યું કે, તે તેની ફેક્ટરીના કામકાજ માટે ફેક્ટરીના શેઠની સાથે વિદેશ ગયો હતો અને આ બધી ગોઠવણ ખૂબ જ ઉતાવળમાં થઈ ગઈ હોવાથી તેને તેના પરિવારજનોને પણ જણાવ્યું નહીં કે, તે તેના ફેક્ટરીના શેઠ સાથે વિદેશ જઈ રહ્યો છે..
અને તે જ્યારે તેના ઘરે પરત આવ્યો ત્યારે જોયું તો તેની માતા ખૂબ જ દુઃખી હતી. જ્યારે તેની બહેનો પણ ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલી ગઈ હતી, હકીકતમાં તપાસ કરતી વખતે જણાવ્યું કે, પોલીસે જે લાશને કમલેશની લાશ સમજીને કમલેશના ઘરે મૃત્યુના સમાચાર આપ્યા હતા એ લાશ કમલેશના ગામથી 45 km દૂર આવેલા લીયાસા ગામના એક યુવકની છે..
અને તેને તેના દુશ્મન વ્યક્તિઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ યુવકની લાશ કમલેશના ગામ નજીકથી મળી આવી ત્યારે કેટલાક લોકોએ આ યુવકનો ચહેરો જોયા બાદ જણાવ્યું કે, આ મૃતક વ્યક્તિ કમલેશ છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ્યારે કમલેશની લાશને પરિવારજનોને સોંપવામાં આવી ત્યારે પરિવારમાંથી કોઈ સભ્યોએ કમલેશનો અંતિમ વખત મોઢું પણ જોયું નહીં..
અને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, એ બાબતને લઈને પણ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું છે. આ બધી બાબતો માન્યમાં આવે તેવી નથી, પરંતુ આ મામલો બિલકુલ સત્ય હકીકત છે. ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..