ટ્રેન માંથી પડતા કપાઈ ગયા હતા બંને પગ તો પણ આ સુંદર અભિનેત્રીને થઇ ગયો પ્રેમ, તેની સાથે જ લગ્ન કર્યા…દેવને મોટી હિરોઈનને ટક્કર આપે એવી પત્ની મળી…ખુબ જ સુંદર કહાની છે

ટ્રેન માંથી પડતા કપાઈ ગયા હતા બંને પગ તો પણ આ સુંદર અભિનેત્રીને થઇ ગયો પ્રેમ, તેની સાથે જ લગ્ન કર્યા…દેવને મોટી હિરોઈનને ટક્કર આપે એવી પત્ની મળી…ખુબ જ સુંદર કહાની છે

આપ સૌ લોકોએ ઘણીવાર સાંભળ્યો છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો કોઈપણ પરિસ્થિતિમાં અડગ ઊભા રહેવાથી જ સફળતા મળતી હોય છે તેની માટે સખત પરિશ્રમ અને મહેનત કરવી પડતી હોય છે. ત્યારે હાલમાં જ દેવ મિશ્રા નામના વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ સામે પાછલ જવાને બદલે તે પરિસ્થિતિ સામે સામનો કરવાનું નક્કી કર્યું તેથી જ આજે તેમણે દુનિયા સામે એક અલગ મિશાલ ઊભી કરી છે.

આ વાત બિહારના રહેતા દેવ મિશ્રાની છે જે વેલ્ડર નું કામ કરતો હતો અને તેની ખૂબ જ નાની ઉંમરમાં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેની ગંભીર બીમારીને કારણે તેની તમામ બચત પિતાના ઈલાજમાં ચાલી ગઈ હતી દેવ તેના પરિવારમાં સૌથી નાનો હતો અને તે સમયે તેની પાસે કોઈ આવકનો સ્ત્રોત ન હતો. તેની માતા વંદના બીજાના ઘરમાં કામ કરવાની સાથે ખેતરમાં મજૂરી કરીને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી.

ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે દેવ પણ ખૂબ જ નાની ઉંમરમાં કામ કરીને પરિવારમાં અને તેની માતાને સાથ આપતો હતો. પરંતુ વર્ષ 2015માં જ્યારે તે કામ માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો ત્યારે બોરોની સ્ટેશન ઉપર ટ્રેનમાં ચડતી વખતે ભીડ હોવાને લીધે ધક્કો લાગતા તે પાટા પર પડી ગયો હતો તે સમયે અચાનક જ સામેથી ટ્રેન આવતા તે ખૂબ જ ગંભીર દુર્ઘટના નો શિકાર બન્યો હતો તેને અનેક મહિનાઓ સુધી સારવાર માટે હોસ્પિટલ રહેવું પડ્યું હતું અને બંને ઘૂંટણ ની ઉપર છે પગ કાપવા પડ્યા હતા.

તેની સાથે જ તે કોઈ કામ કરી શકતો ન હતો અને કામ ના કરવાને કારણે ઘરની પરિસ્થિતિ વધુ નબળી બની હતી તે સમયે દેવની ઉંમર 18 થી 19 વર્ષની જ હતી ડોક્ટરના કહેવા પ્રમાણે તેને આખું જીવન દિવ્યાંગના રૂપમાં જ પસાર કરવું પડશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ પરિસ્થિતિ બાદ પણ તેણે હાર ન માની અને પરિસ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું ત્યારબાદ તે કામ અર્થે મુંબઈ ચાલ્યો ગયો પરંતુ દિવ્યાંગ હોવાને કારણે ત્યાં પણ તેને કોઈ કામ ના મળ્યું અને પ્લેટફોર્મ પર અનેક રાત વિતાવતો હતો.

દિવ્યાંગ હોવાને લીધે કોઈ જમવાનું આપતું હતું તો ક્યારેક તેને ત્યાં જ ભૂખ્યા સૂવું પડતું હતું અને તેને પૈસા કમાવા માટે અનેક કરતબ બતાવીને પૈસા ભેગા કરવાનું શરૂઆત કર્યું પરંતુ તેને તેમાં સફળતા મળતી ન હતી. જેના બાદ પણ તેણે હાર ન માની અને દેવ મિશ્રાએ સેલિબ્રિટી ને મળવાનો નિર્ણય કર્યો કારણ કે તેને ખુદ પર ખૂબ વિશ્વાસ હતો તે સેલિબ્રિટી ના બંગલા સામે કામ માટે ઉભો રહ્યો અને એકવાર અચાનક અભિનેતા જેકી શ્રોફ ની નજર તેના પર પડી અને તેને 5000 રૂપિયાની મદદ કરી.

ત્યારબાદ તો તેના કિસ્મતના દરવાજા ખુલ્લી જ ગયા તેની મુલાકાત જ્વેલરી ડિઝાઇનર ફરા ખાન સાથે થઈ અને તેને ટેલેન્ટથી ખૂબ જ પ્રભાવી થઈને તેને દસ હજાર રૂપિયાની મદદ કરી. આ ઉપરાંત તેને તમામ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી અને આશ્વાસન આપતા કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને વધુ પૈસાની મદદ મળવાની સાથે જ દેવ મિશ્રાએ તેના ફિટનેસ ઉપર કામ કરવાનું શરૂ કર્યું.

ત્યારબાદ ફરાખાને તેના ટેલરને જોતા તેને એક ડાન્સ ઇન્સ્ટ્રક્શન સાથે પરિચય કરાવ્યો અને ત્યારબાદ તેને તેમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું તેના ડાન્સ ટીચર જણાવતા કહે છે કે તે ખૂબ જ ઝડપથી ડાન્સ શીખી રહ્યો છે અને ખૂબ જ સારું પર્ફોર્મન્સ પણ લોકો સમક્ષ આપી રહ્યો છે. આપને જણાવી દઈએ કે દેવ ઘણા બધા રિયાલિટી શોમાં પણ ડાન્સ કરી ચૂક્યો છે આ સાથે તેની પ્રેમિકા અંકિતા મિશ્રાએ પણ તેને આ સમયમાં ખૂબ જ સાથ આપ્યો હતો.

અંકિતા અને દેવ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ રહે છે. અને અવારનવાર પોતાની વાતો અને ટેલેન્ટ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે દેવ આજકાલની તમામ યુવા પેટી માટે એક પ્રેરણા છે કે કોઈપણ પરિસ્થિતિમાં તેનો સામનો કરવો જોઈએ એક દિવસ આપને સફળતા જરૂર મળે છે આ વાત દેવે સિદ્ધ કરી બતાવી છે તેથી જ ઘણા યુવાનો તેમને ખૂબ ચાહે છે અને તેમાંથી ઘણી બધી પ્રેરણા પોતાના જીવનમાં અપનાવે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *