પપ્પાએ પહેલીવાર ફલાઇટની સફર કરી, દીકરાએ દરેક પળને કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવી, પપ્પાના રિએક્શન જોઈને ખુશ થઇ ગયા લોકો, જુઓ વિડીયો…

પપ્પાએ પહેલીવાર ફલાઇટની સફર કરી, દીકરાએ દરેક પળને કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવી, પપ્પાના રિએક્શન જોઈને ખુશ થઇ ગયા લોકો, જુઓ વિડીયો…

દરેક માતા પિતા ઇચ્છતા હોય છે કે તેમના સંતાનો ખુબ જ આગળ નીકળે અને તેમનું નામ રોશન કરે. ત્યારે સંતાનોની પણ ફરજ બને છે કે તેઓ તેમના માતા પિતાને જીવનની દરેક ખુશી આપે. પરંતુ આજના આધુનિક યુગમાં સંતાનો પોતાના માતા પિતાને તરછોડી દેતા પણ જોવા મળતા હોય છે. તો ઘણા સંતાનો એવા પણ હોય છે જે પોતાના માતા પિતાના દરેક સપના પૂર્ણ કરવા માટે મહેનત પણ કરતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. જેમાં એક દીકરો પોતાના પપ્પાને પહેલીવાર ફલાઇટમાં બેસાડી રહ્યો છે. આ દરમિયાન તે વીડિયો પણ બનાવે છે અને તેમાં તેના પપ્પાના રિએક્શન લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ યુઝર જતિન લાંબાએ થોડા દિવસો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેના પિતા ફ્લાઇટની મુસાફરી કરતા જોવા મળે છે.

વીડિયો શેર કરતી વખતે જતિને લખ્યું “જ્યારે તમે પુત્ર હોવા પર ગર્વ અનુભવો છો!” જતિને કહ્યું કે તેણે તેના પિતાને તેના કમાયેલા પૈસાથી પહેલી વાર ઉડાન ભરાવી. આ મુસાફરી દિલ્હીથી મુંબઈની હતી. વીડિયોમાં જતિનના પિતા તેમના ફ્લેટની બાલ્કનીમાંથી જોઈને હસતા હોય છે. એક ક્લિપમાં તે એરપોર્ટ પર બેસીને કંઈક ખાતા જોવા મળે છે.

તેમનું અને જતીનનું સ્મિત જણાવી રહ્યું છે કે તે બંને ખૂબ જ ખુશ છે. પિતા ખુશ છે કારણ કે તે પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે અને પુત્ર તેના પિતાને જોઈને ખુશ છે, કારણ કે તેણે પોતાના પૈસાથી પહેલીવાર પિતાને પ્લેનમાં સફર કરાવી છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને અત્યાર સુધીમાં 4 લાખ 68 હજાર કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે અને કેટલાય લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *