અકસ્માતમાં મૃત્યુ પામેલા ધોરણ 10 ના ખેડબ્રહ્માના વિદ્યાર્થીએ 98.96 % સાથે કર્યું ટોપ..પણ પરિણામ જોતા પહેલા જ માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ

ગુજરાતમાં હાલમાં જ ધોરણ 10 ના પરિણામો જાહેર થયા છે ત્યારે સાબરકાંઠાના એક વિદ્યાર્થીના ઘરે સારું પરિણામ આવવા છતાં માતમનો માહોલ છવાઈ ગયો છે કારણ કે થોડા દિવસ પહેલા જ તેમના પરિવારમાં માતા અને પુત્રનું ભારે અકસ્માત ના કારણે અવસાન થયું છે ત્યારે તેમના પિતા જીવન અને મરણ વચ્ચે પોતાનો સમય પસાર કરી રહ્યા છે સમગ્ર શહેરમાં આજે સારા પરિણામને લઈને ખુશીનો માહોલ છે ત્યારે સાબરકાંઠાના આ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક પરિવારજનો અકસ્માતમાં કેસમાં ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ પરિવારને ક્યારેય ન્યાય મળશે.
આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ગત રવિવારે રાત્રિના સમયે જ્યારે આ પ્રજાપતિ પરિવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ખૂબ ઝડપથી આવેલ કારે ટક્કર મારતા પરિવારના માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પિતા ખૂબ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે પરંતુ જ્યારે પુત્રનું 10 મા ધોરણમાં 80.33% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. પરંતુ પુત્ર જ હાજર નહોતા પરિવારના દરેક સભ્યોમાં આ પરિણામ જોતા ની સાથે જ આંસુઓ સરી પડ્યા હતા.
તેની સાથે 98.90 ટકા સાથે ખૂબ સારા પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યા હતા. આ અકસ્માત ખૂબ જ ગંભીર હોવાને કારણે તેમની તરફ આવી રહેલી કાર પૂર ઝડપે પાછળથી ટક્કર મારતા દર્શનાબેન પ્રજાપતિ તેમજ તેમનો પુત્ર શિવમ પ્રજાપતિ ખૂબ દૂર જઈને ફંગોળાયા હતા તેને કારણે જ તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ત્યારબાદ તેના પિતાને આ અકસ્માતમાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી તેથી જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ચોક્કસ કામગીરીના થતાં તમામ પરિવારજનોમાં રોષ ઉભરાયો હતો. તેથી જ સમગ્ર પરિવારજનો તથા આસપાસના લોકોએ આ ઘટના અંગે ન્યાયની માંગણી કરી છે આ અકસ્માતમાં કારચાલક ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની પણ શોધખોળા કરી છે.
ધોરણ 10ના પરિણામ જાહેર થતા ની સાથે જ તમામ લોકોને ખુશીનો માહોલ જોવા મળે છે પરંતુ આ ઘરમાં પરિણામ જાહેર થતા ની સાથે જ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર પરિવારનો માળો એક અકસ્માતમાં વિખેરાઈ ગયો હતો ત્યારે પરિવારજનોએ મૃત્યુ માટે જવાબદાર લોકો સામે સજાની માંગણી કરી છે અને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી છે.
એક તરફ આ સારા પરિણામની ખુશી મનાવી શકાય નથી તો બીજી તરફ આ સમગ્ર પરિવાર આગામી સમયમાં ન્યાયતંત્ર તરફથી કેવા પગલાં ભરાય તેની રાહ જોઈ રહ્યો છે તો હવે જોવાનું એ રહ્યું કે આ ન્યાય પરિવારને કેટલા સમય સુધીમાં મળે છે તેથી જ આ અકસ્માત ને લગતા તમામ સૂત્રો ને એકત્ર કરી પોલીસ તમામ શોધખોળ અને તપાસ હાથ ધરી છે.