પૌત્ર અને વહુ શ્લોકા મહેતા ને લઈને સિદ્ધિવિનાયક ના દર્શન કરવા માટે પહોંચ્યા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી….જુવો મનમોહક તસવીરો

પૌત્ર અને વહુ શ્લોકા મહેતા ને લઈને સિદ્ધિવિનાયક ના દર્શન કરવા માટે પહોંચ્યા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી….જુવો મનમોહક તસવીરો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.

દરેક લોકો જાણે જ છે કે દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા બીજીવાર માતા બનવા જય રહી છે.અંબાણી પરિવારમાં બહુ જ જલ્દી નાના બાળકની કિલકારી ગુંજવાની છે. શ્લોકા મહેતા ફરી માતા બનવા જય રહી છે. અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા ને બુધવારના રોજ પોતાના પરિવારની સાથે મુંબઈ ના પ્રસિદ્ધ મંદિર એવા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરતા જોવામાં આવ્યા હતા. તેમની સાથે સસરા મુકેશ અંબાણી, પતિ આકાશ અંબાણી અને દીકરો પૃથ્વી આકાશ અંબાણી પણ નજર આવ્યા હતા.

આ ચારેય લોકો બાપ્પા ના દર્શન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા હતા. જલ્દી જ શ્લોકા મહેતા બીજી ડિલિવરી કરશે. આની પહેલા તેમને બાપ્પા ના દરબારમાં આવીને માથા ટેક્યું હતું અને બાપ્પા ના દર્શન મેળવ્યા . સામે આવી રહેલ તઝવીરોમાં મુકેશ અંબાણી એ પોતાના લાડલા પૌત્ર પૃથ્વી ને તેડેલો જોવા મળી આવે છે. જોકે તે થોડા પરેશાન હોય એમ લાગી રહ્યું છે. મંદિરમાં જતા સમયે શ્લોકા મહેતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી છે.

જેમાં શ્લોકા મહેતા એ વ્હાઇટ શૂટ અને પિન્ક દુપટ્ટા માં નજર આવી છે. આ સાથે જ નો મેકઅપ માં શ્લોકા બહુ જ સુંદર લાગી રહી છે અને તેનો પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળી આવે છે. આ સાથે જ તસ્વીરોમાં તેમનું બેબી બમ્પ પણ નજર આવી રહ્યું છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણી પણ નજર આવી રહયા છે . જેઓ ટી શર્ટ અને શોર્ટસ માં નજર આવી રહયા છે. ફેન્સ ને અંબાણી પરિવાર તરફ્થી કોઈ પણ સમયે ગુડ ન્યુઝ મળી શકે છે. આ સાથે જ નાના મહેમાનનો આવકાર કરવા માટે દરેક લોકો ઉત્સાહિત જોવા મળ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *