ભાંગી પડ્યો પરિવાર- પત્નીના વિરહમાં નર્મદા કેનાલમાં પડતું મૂકી પતિનો આપઘાત, કારણ જાણી પગ તળે જમીન સરકી જશે

ભાંગી પડ્યો પરિવાર- પત્નીના વિરહમાં નર્મદા કેનાલમાં પડતું મૂકી પતિનો આપઘાત, કારણ જાણી પગ તળે જમીન સરકી જશે

રાજ્યમાં આપઘાત (Suicide)ના બનાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લા (Suicide in Panchmahal)ના કાલોલ તાલુકા (Suicide in Kalol)માંથી પસાર થઇ રહેલી નર્મદાની મુખ્ય નહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કનેટીયા ગામ નજીક કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જે મૃતદેહને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતદેહને બહાર કાઢીને તપાસ કરવામાં આવતા તે ખરસલીયા ગામના પરિણીત યુવકનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકના પરિવારજનોએ જણાવતા કહ્યું હતું કે, પત્ની પિયર ચાલી જતા તે ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો. પત્નીના વિરહમાં પતિએ કેનાલમાં પડતું મૂક્યું હતું અને જીવનનો અંત આણ્યો હતો.

મહત્વનું છે કે, ખરસલીયા ગામના 25 વર્ષના યુવક કેયુર નરેન્દ્રભાઈ પરમારના એક વર્ષ અગાઉ લગ્ન થયા હતા, રિસાઈને પિયર ચાલી ગયેલી પત્ની ઘરે પાછા ન ફરતી હોવાને કારણે તેણે નહેરમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હોવાનું તેના પરિવારજએ જણાવતા કહ્યું હતું.

વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી તે ઘરેથી કોઈને કંઈ કીધા વગર ચાલી ગયો હતો અને આજે કાલોલ તાલુકાના કનેટીયા પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કાલોલ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *