નવસારીનો બ્રિજેશ પટેલ મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યો..પરંતુ વચ્ચે આવી ગયો પરિવાર…યુવતીની હ*ત્યા કરી દફનાવી પણ દીધી

નવસારીના અબ્રામા ગામમાં રહેતી સહિસ્તા બ્રિજેશ પટેલની પ્રેમ કહાનીએ દેશનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે આ કરૂણ પ્રેમકહાનીનો અંત આવતા બ્રિજેશ દ્વારા પરિવાર પર જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સહિસ્તા સાથે બ્રિજેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. સહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સહિસ્તા શોધવા લાગ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશને માર મારવાની ધમકી આપી હતી.
આ સમયે સહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. ત્યારે સહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, ‘તું મને લઈ જા’ અને ત્યારબાદ સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે, ‘તું સહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે.’
ત્યારબાદ બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સહિસ્તાને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે બ્રિજેશને જાણવા મળ્યું કે, સહીસ્તાને માર મારી તેની હત્યા કરી દફનવિધિ કરી દેવામાં આવી છે.
આ સમગ્ર મામલે બ્રિજેશ દ્વારા માગણી કરવામાં આવી હતી કે, સહિસ્તાની હત્યા જે લોકો દ્વારા કરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ વગર જ યુવતીના મૃતદેહને દફન કરી દેવામાં આવ્યો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. અને હવે આ ચોંકાવનારી માહિતીના પગલે નવસારી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
પોલીસે તપાસ શરૂ કરતાં બ્રિજેશના આક્ષેપોને પગલે કબરમાંથી તેણીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે તેનું પોસ્ટ મોર્ટમાં કરવામાં આવશે. જો લગાવવામાં આવેલ આરોપો સાચા સાબિત થશે તો ન્યાયતંત્ર દ્વારા સજા પણ કરવામાં આવશે.
પ્રથમ નજરે બ્રિજેશના આક્ષેપોના પગલે આ કેસ ઓનર કિલિંગનો હોવાનું માલૂમ પડે છે. આ કિસ્સાએ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આવનાર દિવસોમાં આ ઘટના અંગે રહસ્યોના પડ ઊઘડે તેવું લાગી રહ્યું છે.