લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D’cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ, શેર કર્યા ફોટો

લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D’cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ, શેર કર્યા ફોટો

બોલીવુડની અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ એ જ્યારે જાહેર કર્યું કે તે માતા બનવાની છે ત્યારે ખળભળાટ મચી ગયો હતો. થોડા સમય પહેલા જ તેણે પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરવા માટે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. ત્યાર પછીથી અભિનેત્રી અવારનવાર પોતાના ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે .

થોડા સમય પહેલા ઇલિયાના ડિક્રુઝનું નામ કેટરીના કૈફના ભાઈ સાથે જોડાયું હતું. જોકે આ મામલે ઇલિયાનાએ ક્યારે ખુલાસો કર્યો નથી. આ સંબંધોને લઈને ઇલિયાના એ હા પણ નથી કહી અને ના પણ નથી કહી. રિલેશનશિપ સ્ટેટસની ચર્ચાઓ વચ્ચે થોડા સમય પહેલા જ ઇલિયાના એ પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી દીધી હતી.

ઇલિયાના ડિક્રુઝે તાજેતરમાં જે ફોટો શેર કર્યો છે તેના પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. તેણે પહેલી વખત પોતાનો આ પ્રકારનો ફોટો શેર કર્યો છે જેને લઈને લોકો શુભકામના પણ પાઠવી રહ્યા છે.

ઇલિયાના ડિક્રુઝએ પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તે પહેલા તેલગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યાર પછી તેણે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું. તેની પહેલી હિન્દી ફિલ્મ બરફી હતી જેમાં તેના કામને પસંદ કરવામાં આવ્યું. ત્યાર પછી હીરો, રુસ્તમ, બાદશાહો, રેડ જેવી ઘણી ફિલ્મોમાં તે જોવા મળી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *