ARTICLE વિસનગર પ્રસંગમાં જમવા ગયા અને ગોઝારા અકસ્માતમાં દાદી-પૌત્રનું થયું મોત, ઇકો વાળાએ એવી ટક્કર મારી કે 60 ફૂટ દૂર સુધી લોકો હવામાં ફંગોળાયા…

ARTICLE વિસનગર પ્રસંગમાં જમવા ગયા અને ગોઝારા અકસ્માતમાં દાદી-પૌત્રનું થયું મોત, ઇકો વાળાએ એવી ટક્કર મારી કે 60 ફૂટ દૂર સુધી લોકો હવામાં ફંગોળાયા…

રોડ ક્રોસ કરી રહેલાં મહિલાઓ અને બાળકોને ઇકો કારે યમદૂત બનીને 50 ફૂટ દૂર હવામાં ઉડાડ્યાં; સમગ્ર ઘટનાના હચમચાવતા CCTV આવી ગયા સામે; જોતાવેંત તમારા શ્વાસ અધ્ધર થઈ જશે..

હાલમાં અકસ્માતની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. રસ્તા પર બેફામ વાહન હંકારતા વાહનચાલકો અનેકવાર અકસ્માતો સર્જતા હોય છે. એને કારણે કેટલાક નિર્દોષોને જીવ ગુમાવવો પડે છે. જ્યારે ઘણીવાર પોતાની બેદરકારીને કારણે વાહનચાલકો પોતાનો જ જીવ જોખમમાં મૂકી દેતા હોય છે.

આવા જ એક ભયાનક અકસ્માતની ઘટના વીસનગરથી સામે આવી છે. વિસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર ગામના પરા રણછોડપુરામાં સંબધીના જમણવારમાં જવા રોડ ક્રોસ કરી રહેલા પરિવારને ઊંઝા તરફથી પૂરઝડપે આવી રહેલી ઇકો ગાડીએ અડફેટે લીધા હતા. જેમાં દાદી-પૌત્રનું મોત નીપજ્યું હતું.

જમણવારમાં જવા નીકળ્યા હતાને અકસ્માત:
તાલુકાના ભાન્ડુ ગામમાં આવેલ ચિત્રોડિયાવાસમાં રહેતા મંગુબેન જૂજારજી, પૌત્ર સોહમકુમાર મહેશજી ઠાકોર, ઠાકોર સાહિલકુમાર સતિષજી અને ઠાકોર તેજલબેન ગોવિંદભાઈ સહિતના ગામમાં આવેલ રણછોડપરામાં સંબધીના લગ્ન હોવાથી ઘરેથી જમણવારમાં જવા નીકળ્યા હતા.

જેમાં મહેસાણા ઊંઝા ભાન્ડુ હાઇવે ગેટ નંબર 1 ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ઊંઝા તરફથી પૂરઝડપે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે ચારેયને અડફેટે લેતા ઠાકોર મંગુબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થવાની જાણ થતા ગામલોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ચક્કાજામ સર્જાયો હતો.

જ્યારે સોહમકુમાર, સાહિલકુમાર અને તેજલબેનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોહમકુમારનું પણ મોત નીપજ્યું હતું. જેથી બંને દાદી-પૌત્રનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

ડ્રાઈવર સ્થળ પર ગાડી મૂકી ફરાર થઈ ગયો:
વીસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર રાહદારી મહિલાઓ અને બાળકો રોડ ક્રોસ કરી રહ્યાં હતાં અને ત્યાં જ અકસ્માતની ઘટના બની. અકસ્માત સર્જાતાં ડ્રાઈવર ગાડી સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

જ્યારે ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતના CCTV પણ કબજે કર્યા હતા. તેમણે એ સાથે ગાડીનો કબજો લઈ ફરાર ડ્રાઈવરને પકડવા તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાના રુવાંટાં ઊભાં કરતા CCTV સામે આવ્યા:
ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલાઓ પોતાનાં બાળક સાથે રોડ ક્રોસ કરી રહી હતી. જ્યારે રોડ કરતી વેળાએ મહિલા પેલે પાર જવા માટે ડિવાઈડર સુધી પહોંચે છે.

ત્યાં જ દૂરથી એક ફુલ સ્પીડમાં ઊંઝા તરફથી આવતી ઇકો કાર દેખાય છે. જે મહિલા અને બાળકોથી ઘણી દૂર હતી, પરંતુ એની સ્પીડ એટલી હતી કે મહિલા અને બાળકો રોડ ક્રોસ કરે એ પહેલાં જ તેમની પાસે પહોંચીને મહિલાઓ સહિત બાળકોને હવામાં 50 ફૂટ દૂર ફંગોળી નાખે છે. જ્યારે એક મહિલા ઈકોની અડફેટે ત્યાંને ત્યાં જ પડી બેસે છે. આ અક્સ્માત એટલો ભયાનક હતો કે ભલભલાના રુવાંટાં ઊભાં કરી દે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો:
ભાન્ડુ હાઇવે રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાતા વાહનોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જેથી આ બનાવ અંગેની જાણ થતાં ઇન્ચાર્જ તાલુકા પી.આઇ એન.આર.મકવાણા અને ભાન્ડુ બીટના જમાદાર દિનેશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ શહેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

અકસ્માતમાં ઇજા પામનાર સાહિલકુમાર અને તેજલબેન ગોવિંજીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી સમગ્ર બનાવ અંગે ઇકો ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા ઊંઝા હાઇવે પર ભાન્ડુ નજીક વારવાર અકસ્માતના બનાવો છે. જેથી ગામ લોકો દ્વારા હાઇવે રોડ પર બસ સ્ટેશન આગળ સ્પીડ બ્રેકર બનાવવા માગણી કરી હતી. જેમાં ભાન્ડુ હાઇવે રોડ પર તાત્કાલિક પણે સ્પીડ બ્રેકર બનાવવા માટે માગણી કરી છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં:
આ અકસ્માતમાં ઠાકોર મંગુબેન જુજારજી (ઉંમર વર્ષ- 58) નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઠાકોર સોહમકુમાર મહેશજી નામના 12 વર્ષના કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે ઠાકોર સાહિલકુમાર સતીષજી (ઉંમર વર્ષ-4) અને ઠાકોર તેજલબેન ગોવિંદજી (ઉંમર વર્ષ-30) હાલ મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગાડીનો કબજો લઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *